દેથાલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સિદ્ધપુર હિન્દુ પ્રીમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ના હસ્તે કરવામાં આવ્યું.

દેથાલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સિદ્ધપુર હિન્દુ પ્રીમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટો યુવાઓને રમતગમત તરફ પ્રોત્સાહિત કરે છે, તેમની પ્રતિભાને મંચ આપે છે અને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરણા આપે છે. સાથે સાથે સ્થાનિક ખેલાડીઓને ઓળખ મળે છે અને ભવિષ્યમાં આગળ વધવાની તકો ઊભી થાય છે. ગ્રામ્ય અને શહેર સ્તરે રમતગમતના વિકાસ માટે આવી ટુર્નામેન્ટો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમમાં શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કૌશલભાઈ જોશી, શ્રી મનીષભાઈ આચાર્ય, શ્રી નિરંજનભાઇ ઠાકર, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી અંકુરભાઈ મારફતિયા, શ્રી જશુભાઈ પટેલ, શ્રી દશરથભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી અજયભાઈ, શ્રી પ્રસંગભાઈ પાધ્યા, શ્રી માઈકલભાઈ, શ્રી શૈલેષભાઈ ઠાકર, શ્રી રોહિતભાઈ પંચોલી, આયોજક મિત્રો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *