જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલશ્રી મનોજ સિન્હાની રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે લોકભવન ખાતે શુભેચ્છા મુલાકાત

ગુજરાત પ્રવાસે આવેલા જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલશ્રી મનોજ સિન્હાએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપરાજ્યપાલશ્રી મનોજ સિન્હાનું લોકભવન ખાતે પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

શુભેચ્છા મુલાકાત દરમ્યાન રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન હેઠળ ગુજરાતમાં થઈ રહેલા વિવિધ કાર્યો તેમજ નવી પહેલો અંગે વિગતે ચર્ચા કરી હતી. રાજ્યપાલશ્રીએ જળ, જમીન અને વાયુના સંરક્ષણમાં પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપરાજ્યપાલશ્રીએ રાજ્યપાલશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિના જનજાગૃતિ અભિયાનને બિરદાવીને સમગ્ર દેશમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત રાજ્યમાં સામાજિક, શૈક્ષણિક તેમજ કાયદો અને વ્યવસ્થા જેવા વિવિધ વિષયો પર પણ ચર્ચાઓ થઈ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *