“સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના દસમા સ્થાપના દિવસ નિમિત્તે પ્રખ્યાત ગાયક દર્શન રાવલનો લાઈવ કોન્સર્ટ યોજાયો.”

ઉત્તર ગુજરાતની જનતા માટે પ્રાથમિક શિક્ષણથી લઈ મેડીકલ-પેરામેડીકલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ટેકનિકલ, ફાર્મસી, મેનેજમેન્ટ, સાયન્સ, કોમર્સ વગેરે ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પૂરું પાડતી ગુજરાતની નામાંકિત સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ખાતે તારીખ 09 મે ના રોજ યુનિવર્સિટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કર્મવીર સ્વ. શ્રી સાંકળચંદભાઈ પટેલના શિક્ષણ, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને કેન્દ્રમાં રાખી સ્થાપિત આ યુનિવર્સિટી આજે હજારો વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવામાં અને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા હમેંશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવે છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે મનોરંજન, સાંસ્કૃતિક અને સર્જનાત્મક ક્ષેત્રે યુનિવર્સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક જાગૃતિનો વિકાસ થાય.

આ અવસરે તા. 09 મે ના રોજ રાત્રે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ઉત્તર ગુજરાતના વતની તથા પ્રખ્યાત હિન્દી, પંજાબી, ગુજરાતી ગાયક દર્શન રાવલનો લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ  લાઈવ કોન્સર્ટમાં 8000થી વધુ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને આમંત્રિત મહેમાનશ્રીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા અને દર્શન રાવલ દ્વારા રજૂ કરવામાં આવેલ ગીતોનો ભરપૂર આનંદ માણ્યો હતો, જેનાથી સમગ્ર કેમ્પસ સંગીત અને ઉત્સાહના માહોલથી ઝૂમી ઉઠ્યું હતું તેમજ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ સમગ્ર આયોજનને વખાણ્યું હતું.

યુનિવર્સિટી દ્વારા વિસનગરમાં આ પ્રકારનો ભવ્ય અને સફળ કોન્સર્ટ સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો, જે શહેર માટે પણ ગૌરવની બાબત બની રહી હતી. યુનિવર્સિટીના આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શિક્ષણ સાથે સાંસ્કૃતિક વિકાસને પણ નવી દિશા આપવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક જરૂરિયાતોની સાથે સ્પોર્ટ્સ, કલ્ચરલ, રિસર્ચ માટે પૂરું પાડવામાં આવતા પ્લેટફોર્મનો વધુમાં વધુ લાભ લેવા માટે જણાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *