તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી તારલાઓનું સન્માન નવી પેઢીને પ્રેરણા પૂરું પાડનારું બની રહેશે.:ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર

કડાણા તાલુકાના કરવાઈ કંપા ખાતે ડિટવાસ જિલ્લા પંચાયત કાર્યકર્તાઓના ઋણ સ્વીકાર અને સન્માન તેમજ તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહી કાર્યકર્તાઓના સમર્પણ,સેવાભાવ અને શ્રેષ્ઠ કાર્યને બિરદાવવાનો અવસર પ્રાપ્ત થયો.

સમાજ અને સંગઠનના વિકાસમાં કાર્યકર્તાઓનું યોગદાન અમૂલ્ય છે, ત્યારે તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી તારલાઓનું સન્માન નવી પેઢીને પ્રેરણા પૂરું પાડનારું બની રહેશે.

આ તકે દાહોદ લોકસભાના સાંસદ સભ્યશ્રી જસવંતસિંહ ભાભોર, મહીસાગર જિલ્લા પ્રમુખશ્રી દશરથસિંહ બારીયા,જિલ્લા મહામંત્રીશ્રી કમલેશભાઈ પાદરીયા,જિલ્લા ઉપપ્રમુખશ્રી જયેશભાઈ પટેલ,જિલ્લા ST મોરચા ઉપપ્રમુખશ્રી પર્વતભાઈ તાવિયાડ,કડાણા મંડળ પ્રમુખશ્રી પર્વતભાઈ ડામોર,મહામંત્રીશ્રી અજયપાલસિંહ ચૌહાણ,મહીસાગર જિલ્લા પૂર્વ પ્રમુખશ્રી જયપ્રકાશ પટેલ,ભગવતસિંહ બાપુ,વરિષ્ઠ આગેવાનશ્રી મનુભાઈ પટેલ,કાળુભાઈ ડામોર,ગેમાભાઈ પટેલીયા, પર્વતભાઈ ડામોર, કડાણા તાલુકાના તમામ જિલ્લા પંચાયતના સભ્યોશ્રીઓ,તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો હાજર રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *