સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ) દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાષ્ટ્ર-ભક્તિ ભર્યા આહ્વાનને માન આપી અમેરિકાની વિદેશ યાત્રા સ્વ-ઇચ્છાએ રદ


દેશના લોકપ્રિય, યશસ્વી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા તાજેતરમાં સમસ્ત ભારતવાસીઓ ને આગામી ૧ (એક) વર્ષ સુધી વિદેશ યાત્રા ન કરવા નો ભાવભર્યો અને સ્વદેશ-ભાવનાથી ભરેલો, “ભારત પ્રથમ” ની ઉત્કૃષ્ટ ભાવનાને ઉજાગર કરતો આહ્વાન કરવામાં આવ્યો હતો.

  આ ઐતિહાસિક આહ્વાન "રાષ્ટ્ર પ્રથમ" ના સિદ્ધાંત ને અનુરૂપ છે. ભારત ની સ્વ-નિર્ભરતા અને સ્વ-ઉત્થાન ની ભાવના ને વૃદ્ધિ આપતો આ નિર્ણય મોદીજીની દૂરદર્શિતા અને રાષ્ટ્રનિષ્ટા નું પ્રતીક છે.

આણંદ લોકસભા ક્ષેત્રના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ) તારીખ 19/05/2026 થી અમેરિકા ખાતે Federation of Gujarati Associations of USA (FOGAUSA) ના 2nd Gujarati Convention સમારોહમાં, ગુજરાત રાજ્યના માન. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના હતા. જોકે, માન. હર્ષભાઈ સંઘવી સાહેબએ પણ આ કાર્યક્રમમાં આદરણીય મોદી સાહેબના આહ્વાનથી પોતાની વિદેશ યાત્રા રદ કરેલ છે.

પરંતુ “મોદી સાહેબનો આદેશ ભાજપ કાર્યકર્તાઓ-સાંસદોની આત્મા” ની ઉત્કૃષ્ટ ભાવના સૃદયમાં સાચવી, સાંસદ મિતેશભાઈ પટેલ (બકાભાઈ) દ્વારા FOGAUSA ની આ ઉક્ત વિદેશ યાત્રા સ્વ-ઇચ્છાએ સંપૂર્ણ રદ કરવામાં આવી છે. આ નિર્ણય રાષ્ટ્ર પ્રત્યે અનન્ય નિષ્ટા અને મોદીજી પ્રત્યે અનવદ્ય સમર્પણ નું જીવતું ઉદાહરણ છે.

“દેશના યશસવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આપવામાં આવેલ વિદેશ યાત્રા ન કરવાના આહ્વાનને માન આપી, હું મારી અમેરિકાની FOGAUSA યાત્રા સ્વઇચ્છાએ રદ કરું છું. રાષ્ટ્ર અને નેતૃત્વ પ્રત્યેની નિષ્ઠા સર્વોપરી છે.”— સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ (બકાભાઈ), આણંદ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM