દિવ્યાંગ લાભાર્થી સેજલબેન મિસ્ત્રીને સંસદ નિધિમાંથી ઇલેક્ટ્રિક સ્કૂટી ફાળવવામાં આવી

રાકેશ વાળા

બારડોલી ખાતે આજે બારડોલી તાલુકાના મઢી ગામના દિવ્યાંગ લાભાર્થી સેજલબેન રાકેશભાઈ મિસ્ત્રીને માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબની સંસદ નિધિ ગ્રાન્ટમાંથી ઇલેક્ટ્રિક સ્કૂટી ફાળવવામાં આવી હતી.
દિવ્યાંગજનોને સ્વાવલંબી બનાવવા તેમજ તેમની દૈનિક અવરજવરમાં સરળતા રહે તે હેતુથી સંસદ નિધિ અંતર્ગત આ સહાય પૂરી પાડવામાં આવી છે. ઇલેક્ટ્રિક સ્કૂટી મળવાથી સેજલબેનને અવરજવરમાં સુવિધા પ્રાપ્ત થશે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવામાં મદદરૂપ થશે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમાર તેમજ સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *