મયુર પટેલ

મહુવા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલી ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બામણીયાના ડિસ્ટીલરી વિભાગે ક૨ેલ તેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેને નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેકટરીઝ લિ., ન્યુ દિલ્હી તરફથી એફીસીયન્સી એવોર્ડ ૨૦૨૫-૨૬ માટે “બેસ્ટ કો-ઓપરેટીવ ડિસ્ટીલરી હાઈ રીકવરી એરિયા સિઝન ૨૦૨૫-૨૬” (દ્વિતિય એવોર્ડ) નવી દિલ્હી ખાતે ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી નિતિન ગડકરી, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, ભારત સરકારના કેન્દ્રીય અને રાજયકૃષિ મંત્રીશ્રી ક્રિષ્નાપાલ ગુર્જર, નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેકટરીઝ લિ., ન્યુ દિલ્હીના પ્રમુખશ્રી હર્ષવર્ધન પાટીલ અને નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેકટરીઝ લિ., ન્યુ દિલ્હીના મેનેજીંગ ડિરેકટરશ્રી પ્રકાશ પી. નાઈકનાવરેના હસ્તક તા. ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ એનાયત કરવામાં આવેલ. જે એવોર્ડ લેવા માટે સંસ્થાના મેનેજીંગ ડીરેકટરશ્રી ભાનેશભાઈ બી. પટેલ, ડિસ્ટીલરી ઈન્ચાર્જશ્રી જયેશભાઈ એન. પટેલ, ચીફ કેમીસ્ટશ્રી ઈન્દ્રજીત બી. ચૌધરી તથા ચીફ એન્જીનીયરશ્રી શશીકાંત એસ. પટેલ હાજર રહયા હતા. સંસ્થાને આ એવોર્ડ મળવા બદલ સંસ્થાના તમામ અધિકારી, કર્મચારી-કામદારોની કામગીરીને બિરદાવી મેનેજીંગ ડીરેકટરશ્રી ભાનેશભાઈ બી. પટેલ તરફથી સૌને હાર્દિક સુભાશિષ સાથે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા અને સંસ્થાની ઉત્તરોઉત્તર પ્રગતિમાં સૌનો સહકાર મળતો રહે તેવી શુભેચ્છા પાઠવી. તેમજ આ આનંદના સમાચાર જાણી મહુવા સુગર ફેકટરીના સભાસદવૃંદ તેમજ મહુવા સુગર પરિવારમાં ખુશીની લાગણી ફેલાય ગઈ છે.