સામાજિક એકતા, સુમેળ અને યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપતો સુંદર અવસર

17મા જીવનસાથી પસંદગી મેળા અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિ

સમાજની એકતા એ જ સાચી શક્તિ છે.શ્રી રામી માળી જ્ઞાતિ સમૂહલગ્ન સમાજ, મહેસાણા દ્વારા સમસ્ત રામી માળી સમાજ, સિદ્ધપુરના સહયોગથી સિદ્ધપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત ૧૭મા જીવનસાથી પસંદગી મેળા તેમજ તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી તેમજ જીવનસાથીની પસંદગી માટે ઉપસ્થિત યુવક-યુવતીઓને ભાવિ જીવન માટે ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂતે શુભેચ્છાઓ પાઠવી હતી.આવા આયોજન સમાજમાં પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા, સામાજિક એકતા જાળવવા તેમજ શિક્ષણ અને યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ સુંદર અને સમાજોપયોગી આયોજન બદલ સમગ્ર રામી માળી સમાજ, આયોજક મંડળ તથા તમામ સહયોગીઓને હૃદયપૂર્વક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી.આ કાર્યક્રમમાં શ્રી મુકેશભાઈ રામી, શ્રી ભરતભાઈ રામી, શ્રી અતુલભાઈ રામી, શ્રી રાજેશભાઈ રામી, શ્રી ગોવિંદભાઈ રામી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કૌશલભાઈ જોશી તેમજ સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, તેમજ યુવા, યુવતીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *