વાગડોદ ગામે રબારી સમાજના વિજયી ઉમેદવારોના ભવ્ય સન્માન સમારોહમાં ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિ

સમાજની એકતા એ જ સાચી શક્તિ છે.વાગડોદ ગામે રબારી સમાજના તમામ સ્નેહીજનો તથા ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજયી બનેલા રબારી સમાજના ઉમેદવારોના સન્માનાર્થે આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નવનિર્વાચિત જનપ્રતિનિધિઓને અભિનંદન પાઠવી જનસેવા, સમાજના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણનાં કાર્યો માટે ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂતે શુભેચ્છાઓ પાઠવી.

સમાજની એકતા, શિક્ષણ, સંગઠન અને પ્રગતિ થકી આવનારી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી.આ અવસરે પરમ પૂજ્ય શ્રી અજમલનાથ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ ઉપસ્થિત સામાજિક આગેવાનો અને સમાજના સ્નેહીજનો સાથે આત્મીય મુલાકાત કરી.આ સુંદર આયોજન બદલ શ્રી અમરતભાઈ મેવાભાઈ રબારી તથા સમસ્ત આયોજક પરિવારને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં શ્રી સંજયભાઈ દેસાઈ, શ્રી અશોકભાઈ પરમાર, શ્રી પ્રહલાદજી ઠાકોર, શ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી નરસિંહભાઈ દેસાઈ, શ્રી જીવરાજભાઈ આલ, શ્રી જયશ્રીબેન, શ્રી મેરરાજભાઈ, શ્રી મનુભાઈ રબારી, શ્રી લાલાભાઈ, શ્રી લક્ષ્મણભાઈ, શ્રી જશુભાઈ પટેલ, શ્રી રમેશભાઈ દેસાઈ, શ્રી મફાભાઈ ભુવાજી, શ્રી અજમાલ નાથ, શ્રી મેઘરજભાઇ, તેમજ રબારી સમાજના આગેવાન, દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *