સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી/કર્માચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

   ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલ ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી/કર્મચારીઓને પ્રશંસનિય પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રજાપતિના હસ્તે અધિકારી/કર્મચારીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

   આ પ્રસંગે કલેકટરશ્રી અજયપ્રકાશે જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલ ગીર સોમનાથ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અધિકારીઓ અને કર્મચારીઓને તેમની નિષ્ડાપુર્વક ફરજ બજાવવાના પરિણામે કોઈપણ પ્રકારનો પ્રશ્ર્ન ઉદભવ્યો ન હતો. અને ચૂંટણી શાંતિપુર્ણ માહોલમાં સપન્ન થઈ હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર તમામ અધિકારી અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *