સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત નાના ધંધાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર કટીબધ્ધ – રાજ્યબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા

સોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ

ગીર સોમનાથ જિલ્લામાં ૨ હજાર લાભાર્થીઓને છત્રીનું વિતરણ કરાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે ગાંધીનગર ખાતેથી સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વધુ ત્રણ પગલાં જેવા કે ફળ- ફૂલ શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી વિતરણ, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે ગીર રસોમનાથ જિલ્લામાં ફળ–શાકભાજીના છુટક વિક્રેતાઓને આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત વિના મૂલ્યે છત્રી તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટ યોજનાના મંજુરી હુકમ રાજ્યબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા અને મહાનુભાવોના હસ્તે ફળ-શાકભાજીના લાભાર્થી  દીપકભાઈ મુરબીયા, જીવાભાઇ વાજા,  રમેશભાઈ કામડિયા, મોહનભાઈ વાસણ, ભારતીબેન ગઢીયા અને હેન્ડ ટુલ્સ કિટના લાભાર્થી જેસિંગભાઈ રાઠોડ, હરીભાઇ જાદવ, અરજણભાઈ ગોહિલ અને ભગતસિંહ મોરીને વિતરણ કરાયા હતા.   રામ મંદિર, સોમનાથ ખાતે આજે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના યોજાયેલ કાર્યક્રમમાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારશ્રીના સંવેદનશીલ અભીગમથી ગીરસોમનાથ જિલ્લાના છેવાડાના ખેડુતો સુધી પણ આ સહાય પહોંચાડવામાં વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગ સજ્જ છે. સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત નાના ધંધાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર કટીબધ્ધ છે.   નાયબ બાગાયત નિયામકશ્રી એ.એમ.દેત્રોજાએ શાબ્દિક સ્વાગત કરી ફળ –શાકભાજીના છુટક વિક્રેતાઓને છત્રીનુ મહ્ત્વ સમજાવી તથા કાપણી બાદના ફળ અને સાકભાજીના ૩૫ % જેટલો થઇ રહેલ બગાડ અટકાવી શકાશે. તથા આવનાર સમયમાં મુલ્ય વર્ધન દ્વારા પણ  આવકમા વધારો કરવાનું સુચવ્યુ હતુ. મદદનીશ નિયામકશ્રી વિનય પરમારે લેબ ટુ લેન્ડ અભિગમથી વાકેફ કરી આત્મા ગીર સોમનાથની ટીમ, પ્રગતિશીલ ખેડૂતોને બીજા ખેડુતોને નાના પાયે તાલીમ આપવા તેમજ શિક્ષિત લોકો મોટા પ્રમાણમાં સારી ખેતી કરવા અને ખેતી સંલગ્ન વ્યવસાય સાથે જોડાવા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડુતોની આવક બમણી કરવાના સપનાને આ સાત પગલાની વિવિધ યોજનાઓમાં જોડાઇ પ્રયત્નો સાર્થક કરવા જણાવ્યું હતું.  ગીર સોમનાથ જિલ્લાના ૨૦૦૦ ફળ –શાકભાજીના છુટક ધંધાર્થીઓને વિના મુલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવશે. ગત વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્ય સરકારશ્રીના ખેતીવાડી વિભાગ દ્વારા ૩૧૭૮ ખેડુતોને ૮.૭૮ કરોડની તેમજ બાગાયત વિભાગ દ્વારા ૨૧૭૯ ખેડુતોને ૩.૩૭ કરોડની વિવિધ યોજનાઓની સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, અગ્રણીશ્રી ડાયાભાઇ જાલોનધરા, ધીરુભાઈ સોલંકી, માનસીભાઈ પરમાર સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા. કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ડાઇરેક્ટરશ્રી એમ. એમ. કાસોંન્દ્રાએ અને સંચાલન શિક્ષક દિપકભાઈ નિમાવતે કર્યું હતું. 

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM