પોતાનો વારો આવે ત્યારે જિલ્લાના દિવ્યાંગોને અવશ્ય વેક્સિન લેવા કરી અપીલ
દાહોદ
દાહોદમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવતાં શ્રી આર. પી. ખાટાએ જિલ્લાના નાગરિકો તેમજ દિવ્યાંગોને વેળાસર કોરોનાની વેક્સિન લઇ લેવા અપીલ કરી છે. હાલમાં ૬૦ કે તેથી વધુ ઉંમરના વડીલો તેમજ ૪૫ કે તેથી વધુ ઉંમરના (કોમોરબીડ) ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓ વેળાસર વેક્સિન લઇ લે તે ઇચ્છનીય છે. શ્રી આર.પી. ખાટાએ કોવીડ વેક્સિનના બંને ડોઝ લીધા છે. તેઓ જણાવે છે કે, વેક્સિનની કોઇ પણ આડઅસર નથી. આ બાબતે ઘણી અફવાઓ ચાલી રહી છે. પરંતુ આવી અફવાઓ ધ્યાને ન લેવી. રાજય સરકારની માર્ગદર્શીકા મુજબ પોતાનો વારો આવે એટલે વેળાસર કોવીડ વેક્સિન લઇ લેવી જોઇએ. જિલ્લામાં કોવીડ વેક્સિનનું બીજા તબક્કાનું રસીકરણ ચાલી રહ્યું છે અને કોરોના કેસોમાં મોટો ઉછાળો પણ જોવા મળી રહ્યો છે ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રીએ પણ આ તબક્કે જણાવ્યું છે કે, ‘જનતાએ સરકારના નિર્ણયોમાં હંમેશા સહયોગ આપ્યો છે. અત્યારે ફરીવાર સાવચેતી અને સંયમ રાખવાની જરૂર છે. સામાજિક અંતર જાળવીએ, સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ. માસ્ક અવશ્ય પહેરીએ.ֲ’ દાહોદના નાગરિકોએ પણ સંયમ અને શિસ્ત જાળવીને કોરોનાને શિકસ્ત આપવાની છે.


