બાઈક સ્લીપ થતા ડબારણના બે સગ્ગા ભાઈના ઘટનાસ્થળે મોત

બાઈક સ્લીપ થતા ડબારણના બે સગ્ગા ભાઈના ઘટનાસ્થળે મોત : માલપુરના હેલોદર પાસે બાઈક સ્લીપ થઇ ,મૃતકના પરિવારજનોનો આક્રંદ અરવલ્લી  અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે માલપુર તાલુકાના ડબારણ ગામના બે ભાઈ બાઈક લઈ કામકાજ અર્થે નીકળ્યા હતા બાઈક હેલોદર પાસે સ્લીપ થઇ જતા બંને ભાઈઓ રોડ સાઈડ પટકાતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી અકસ્માતની ઘટનાના પગલે મૃતક યુવકોના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતક ભાઈની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી    

    પ્રાપ્ત માહિતી અનુસાર,શુક્રવારે સવારે ડબારણ ગામના બે સગ્ગા ભાઈ નટવર હાથીભાઈ મસાર અને રૂમાલ હાથીભાઈ મસાર કામકાજ અર્થે બાઈક લઈને નીકળ્યા હતા હેલોદર ગામ નજીક પસાર થતા સમયે અગમ્ય કારણોસર બાઈક સ્લીપ થતા બંને ભાઈઓ રોડ સાઈડ ખાડામાં ખાબકતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *