કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોના દુખમાં સહભાગી થઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા 60થી વધુ વ્યક્તિઓના અસ્થિ વિસર્જન નર્મદા નદીમાં ચાણોદ સ્થિત ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યા હતા. કોરોનાની મહામારીમાં વડોદરા શહેરના ઘણા સ્વજનો પોતાના પરિવારના અસ્થિ પણ વિસર્જન કરી શક્યા નથી, એવા તમામ કોરોનામાં મુત્યુ પામેલાની અસ્થિ વિસર્જનની જવાબદારી ભાજપ વડોદરા શહેર દ્વારા ઉપાડી લેવામાં આવી હતી.
કોરોનાના ડરથી સ્વજનો સ્મશાનોમાં અસ્થિ લેવા જતાં ન હતા પરિણામે સ્શાનોમા અસ્થિઓના ઢગલા થઇ ગયા હતા. આ વરવી સ્થિતિના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ સફાળા જાગેલા ભાજપ દ્વારા સ્મશાનોમાંથી અસ્થિ એકઠાં કરી ચાંદોદ નર્મદા નદીમાં વિસર્જન કર્યા હતા. ભાજપના આ કાર્યમાં 6 પરિવારના સભ્યો પણ જોડાયા હતા.
વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાનો કહેર વધતા કોરોના કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. તેની સાથે કોરોના પર લગામ કસવા માટે અનેક પગલા લેવામાં આવ્યા હતા. દરમિયાન કોરોના પોઝિટિવ અને કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને લઇને હોસ્પિટલમાં બેડ અને સ્મશાનમાં ચિતાની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.
કોરોનાના કહેર વચ્ચે લોકોમાં તેનો ડર ઘર કરી ગયો છે. જેને લઇને સ્વજનની અંતિમ ક્રિયા બાદ તેના અસ્થિ લેવા જવા માટે પણ લોકો ડરતા હતા. જેથી સ્મશાનગૃહોના એક ખુણામાં અસ્થિઓના ઢગલા જોવા મળતા હતા. જેને લઇને શહેર ભાજપા પ્રમુખ એક્શનમાં આવ્યા હતા. અને અસ્થિઓનું વિસર્જન સહિત અન્ય જવાબદારી ભાજપના સભ્યોને સોંપી દેવામાં આવી હતી. આજે ભાજપની વિવિધ ટીમો દ્વારા શહેરના સ્મશાનમાંથી અસ્થિ એકત્ર કરવામાં આવ્યા હતા. અને 10 જેટલા અસ્થિ કુંભ બનાવીને ચાણોદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ચાંદોદ નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતા.
અસ્થિ વિસર્જન માટે આયોજીત આ કાર્યક્રમને પગલે સવારે 9 વાગે, ખાસવાડી સ્મશાન બહુચરાજીથી ચાંદોદ ખાતે અસ્થિ વિસર્જન ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શહેર અધ્યક્ષ ડો. વિજયભાઈ શાહ , મેયર કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. હિતેન્દ્રભાઇ પટેલ, મીડિયા ઝોનના કન્વીનર સત્યેનભાઈ કુલાબકર, હર્ષદ પરમાર, કોર્પોરેટરો બંદીશ શાહ, નરવિરસિંહ ચુડાસમા, શ્રીરંગ આયરે, પૂવૅ કોર્પોરેટર રાજેશ આયરે, રાજેશભાઈ પટેલ,જીગર શાહ ની ઉપસ્તીથીમાં લઇ જઈ અસ્થિ વિસર્જન સંપૂર્ણ હિન્દુ વિધિ -રિવાજ મુજબ ચાંદોદ ખાતે કરવામાં આવ્યું હતું.
ભાજપના આ કાર્યમાં પોતાના પ્રિયજનના અસ્થી વિસર્જન કરી ન શકનાર પરિવારના સભ્યો પણ જોડાયા હતા. અને તેઓએ પોતાના પ્રિયજનના અસ્થી વિસર્જન કર્યા હતા રિપોર્ટ- સિકંદર પઠાણ- કરજણ


