
આ કાર્ય ભલે સાવ નાનું ગણી શકાય પણ આ નાનકડું મદદનું બીજ એક મોટું વટવૃક્ષ બની રહેશે-જીજ્ઞા શેઠ
ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ હજાર આયુર્વેદિક પોટલીઓનું વિતરણ કરાશે.ત્યારે શંખેશ્વર ગામ સમીપે આવેલ રૂની ગામે આયુર્વેદિક પોટલીઓનું વિતરણ કરાયું.જગત પર આવી પડેલી આ સંકટની ઘડીમાં આપણે બીજું તો શું કરી શકીએ પણ આ સંકટની આ ઘડીમાં આપણે આપણા ખુદનું તો ધ્યાન રાખીએ પણ સાથે સાથે અન્ય જરૂરિયાતમંદ ને પણ મદદરૂપ થઇ થોડું પ્રભુ કાર્ય નિસ્વાર્થ ભાવે કરીએ.અને આ શુભ કાર્યના ભાગ રૂપે પૂજનીય પ્રભુ અને ગુરુદેવ માનવતાના મસિહા પૂ.આ.શ્રી રત્નશેખરસુરીશ્વરજી મ.સા ના આશીર્વાદથી પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અજમો,કપૂર અને લવિંગની પાંચ હજાર પોટલીઓ બનાવી વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે.આ કાર્ય સાવ નાનું ગણી શકાય પણ આ નાનકડું મદદનું બીજ એક મોટું વટવૃક્ષ બની રહેશે.પૂજ્ય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને પૂજ્ય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ હજાર આયુર્વેદિક પોટલીઓનું વિવિધ ગામોમાં વિતરણ કરવામાં આવશે.આ આયુર્વેદિક પોટલીઓનું વિતરણ શંખેશ્વર ગામનું રત્ન અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસના ડાયરેક્ટર સેવાભાવી,કર્મ વીરાંગના જીજ્ઞાબેન શેઠએ ઉપસ્થિત રહી વિતરણ કરેલ.આ આયુર્વેદિક પોટલીઓનું લાભ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સમસ્ત ટ્રસ્ટી ગણ એ લીધેલ.આ આયુર્વેદિક પોટલીઓ બનાવામાં જહાજ મંદિરના સ્ટાફ ગણેએ સાહાથ સહકાર આપેલ.

