ભાજપ કાર્યકર ની માનવતા વધારે આવેલ એક લાખ જેવી માતબર રકમ બેન્ક ને પરત કરી…

કહેવાય છે કે આ હળાહળ કળજુગ મા હજુ ક્યાં ને ક્યાંક માનવતા જોવા મળે છે.. વાત છે બંદરીય શહેર મા આજરોજ ભાજપ ના કાર્યકર અને માંડવી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રણશીભાઈ ગઢવી પોતાના રોજીંદા બેન્કિંગ કાર્ય માટે પોતાના ખાતા માંથી યુનિયન બેંક ની માંડવી શાખા મા પોતાની જરૂરિયાત મુજબ રૂપિયા ઉપાડવા ગયા હતા.. રૂપિયા લઈ તેઓ ઘરે પહોંચતા ઉપાડેલ રકમ માની રકમ મા એક લાખ રૂપિયા વધારે આવી જતા બેંક ના મેનેજર સંપર્ક કરી કેશિયર તરફથી વધારે આવી ગયેલ રકમ તેઓએ બેંક મેનેજર ની હાજરી મા કેશિયર ને પરત કરી એક મનાવતાં નો દાખલો બેસાડ્યો હતો.. બેંક મેનેજર અને સ્ટાફ મેમ્બર્સ એ રણશીભાઈ ગઢવી સમક્ષ આભાર ની લાગણી વ્યકત કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *