ગોંડલ ધારાસભ્યના પુત્ર શ્રી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા એ કોરોના મહામારી માં દર્દી ઓ ના ઘરે ઘરે જઈને ખબર અંતર પૂછવાનો અને બનતી મદદ કરવાનો સંકલ્પ કર્યો..

આવો સંકલ્પ કરનાર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા બન્યા પ્રથમ યુવા નેતા..

હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ગોંડલ ના ભાજપ ના યુવા નેતા એવા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા(ગણેશભાઈ) દ્વારા અનેરો સંકલ્પ કરવામાં આવ્યો.ગોંડલ તાલુકા માં પણ કોરોના કહેર ચાલી રહ્યો છે.ગામડા માં પણ પરિસ્થિતિ વણસી ગઈ છે.જે જોઈને યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ) નું હૃદય દ્રવી ઉઠ્યું.તેને નક્કી કર્યું બને એટલો સમય ગોંડલ ની જનતા માટે આપી અને આ મુશ્કેલી ભર્યા સમય માં તેમનો સાથ આપવો.જ્યારે ગુજરાત માં ઓક્સિજન ની ઘટ હતી ત્યારે પણ ગોંડલ ની જનતા માટે તેમને કયારેય ઓક્સિજન ઘટવા નહોતો દિધો.દરેક હોસ્પિટલ માં ઓક્સિજન પૂરો પડવાની જવાબદારી પણ તેમને અને તેની ટિમ દ્વારા કરવામાં આવી હતી. કોરોના દર્દી ને બને એટલી મદદ કરવા હંમેશા ખડેપગે હાજરી આપી છે.સતત દોડતા આ ઉત્સાહી અગ્રણી ને હજુ પણ કંઈક ઘટતું હોય એવું લાગ્યું.તેમને એક અનેરો જ સંકલ્પ લીધો.ગોંડલ તાલુકા ના દરેક ગામડાની મુલાકાત લેવાનો. અને કોરોના ના દરેક દર્દી ને ઘરે ઘરે જઈને તેમને રૂબરૂ મળી તેમની વ્યથા સાંભળવાનો.હાલ કોરોના દર્દી ને દવા કરતા પણ હૂંફ અને હિંમત ની જરૂર છે.ગોંડલ ધારાસભ્ય શ્રી ના પુત્ર જ્યોતિરદિત્યસિંહ જાડેજા ગોંડલ તાલુકા દરેક ગામડા ના દરેક દર્દી ને ઘરે ઘરે જઈને હિંમત અને હૂંફ આપવાનો સંકલ્પ કરીને ગામડા ના પ્રવાસ માં નીકળી પડ્યા.તેમને હમેશા ગોંડલ વિસ્તાર ની ચિંતા રહી છે.યુવા વય માં જ સેવા કરવી એ એમનો પ્રથમ ધ્યેય રહ્યો છે.નાતજાત ના ભેદભાવ વિના દરેક ગામડા ના દરેક કોરોના દર્દી ની રૂબરૂ પોતે જ મુલાકાત કરે છે.સાથે મેડિકલ કીટ નું પણ વિતરણ કરે છે.અને જો કોઈ કોરોના દર્દી ને બીજી કાઈ પણ મદદ ની જરૂર હોય તો તેના થી બનતા તમામ પ્રયાસ કરે છે.ખરેખર આજ ના સમય માં ગણેશભાઈ જેવા યુવા નેતૃત્વ ની જરૂર છે.જે દિવસ રાત જોયાવગર ગોંડલ ની જનતા ને કેમ મદદ રૂપ થઈ શકાય એનું સતત મનોમંથન કરે છે અને આવા સરાહનીય કાર્ય કરે છે.જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જેવા યુવા નેતા ને સો સો સલામ..

રિપોર્ટ હરપાલસિંહ જામકંડોરણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *