જામ્યુકોની પ્રિમોન્સુન કામગીરી મળતીયાઓ દ્વારા નબળી હોવાના અહેવાલ ને પગલે વિપક્ષ નો પ્રહાર કે કેનાલ સાફ થાય છે કે મનપાની તિજોરી??કોર્ટ કાર્યવાહી થશે

બીજી તરફ રાજ્યમંત્રી હકુભા પણ  જાત તપાસ કાર્યવાહી જોવા દોડી ગયા અને આપી સુચનાઓ

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)
જામનગર મ્યુ કોર્પોરેશન ની મળતીયાને કોન્ટ્રાક્ટ આપી થતી દિશા વગરની પ્રિમોન્સુન કામગીરી ના અહેવાલના પગલે જામ્યુકોના વિપક્ષ ના નેતા અલતાફ ખફી- આનંદ ગોહિલ -આનંદ રાઠોડ-રચનાબેન નંદાણીયા-સહારાબેન મકવાણા વગેરે એ પ્રહાર કર્યા છે મનપા કેનાલ સાફ કરાવે છે કે તિજોરી સાફ કરાવે છે. આ અંગેના આવેદનમા જણાવાયુ છે કે  ચોમાસું નજીક હોય,મહાનગરપાલિકા દર વખતની જેમ છેલ્લે-છેલ્લે વરસાદી પાણીના નિકાલની કેનાલો સાફ કરવા માટેની કામગીરી શરુ કરેલ છે.આ કામગીરી ઘણી મોડી શરુ કરેલ છે.અને કેનાલ સાફ થાય છે.તેના કરતા કાગળ ઉપર સફાઈ વધારે થાય છે.અને છેલ્લે કોર્પોરેશન ની તીજોરી સાફ થશે.આ કામગીરી અંગે કુલ ૪૬,૦૦,૦૦૦/- જેવી મોટી રકમ મંજુર કરવામાં આવેલ છે.દસ અલગ-અલગ ભાગ પાડવામાં આવેલ છે.અને અલગ-અલગ જગ્યાએ કામગીરી ના નાટક ચાલુ થયેલ છે.આ કામગીરી માટે જે ટેન્ડરો બહાર પાડવામાં આવેલા છે.તેમાં ઘરના ભુવા અને ઘર ના ડાકલા જેવો ધાર થયેલ છે.આ કામગીરી અત્યંત ધીમી થાય છે.અને વરસાદ થાય તેની રાહ જોવાઈ રહી છે.જેથી વરસાદ આવે પ્રી-મોન્સુન કામગીરી પુરેપુરી દેખાડીને તમામ બીલો બનાવી દેવામાં આવે પ્રી-મોન્સુન કામગીરી કેવી થઇ રહી છે,તે અંગે વર્તમાન પત્રોમાં છેલ્લા અઠવાડિયા થી ફોટા સહીત કચરાથી ખદબદતી કેનાલોના ફોટા સાથે વિગતો પ્રગટ થઇ રહી છે.છતાં મહાનગરપાલિકાના કોઈપણ અધિકારી કે શાશક પક્ષે આ બાબતે કોઈ જાહેર સ્પષ્ટતા કે હકીકત જાહેર કરવાની તસદી પણ લીધેલ નથી.અને અખબારી અહેવાલો સચોટ હોય કહી કહેવાપણું રહેતું નથી.ચોમાસામાં વરસાદ શરુ થયે ફરી અનેક જગ્યાઓમાં પાણી ભરાશે.લોકો હેરાન પરેશાન થશે.અને જાન મહાલનું નુકશાન થશે.તે વધારામાં.આથી આ આવેદન પત્રથી વિરોધપક્ષે સ્પસ્ટ ચેતવણી આપી કે જો પ્રી-મોન્સુન કામગીરી પુરેપુરી અને યોગ્ય રીતે નહિ થાય તો આ અંગે આંદોલન કરવામાં આવશે,અને ખોટા બીલો બનાવી જામનગર ની જનતા ને ટેક્સના નાણાની ઉંચાયત કરવા માટે અને જવાબદારો પાસેથી વસુલ કરવા અંગે કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવશે.જેની સ્પષ્ટ પણે ચીમકી આપીએ છીએ અને શાશક પક્ષના મળતિયા કોન્ટ્રાકટરોને પ્રી-મોન્સૂન કામગીરીના નામેમહાનગરપાલિકાની તિજોરી ઉપર લુટ કરવા નહિ દઈએ.જેની દરેક નોંધ લેવા પણ આ આવેદનપત્રમા  વિરોધ પક્ષ ના નેતા અલ્તાફ ખફી- કોર્પોરેટર નુરમામાદ પલેજા -કાસમ જોખીયા- આનંદ રાઠોડ- ધવલ નંદા -રચનાબેન બેન નાંદાણીયા પૂર્વ વિરોધ પક્ષ નેતા વકીલ આનંદ ગોહિલ પૂર્વ કોર્પોરેટર સહારા બેન મકવાણા શહેર પ્રમુખ દિગુભા જાડેજા,રંજન બેન ગજેરા વિગેરે દ્વાર જણાવાયુ છે

રાજ્યમંત્રી હકુભા ની પણ  જાત તપાસ

જામનગર અને દ્વારકા જિલ્લાઓમા વિવિધ પ્રજાલક્ષી કામો અને કાર્યક્રમો માટે કાયમ દોડતા રાજ્યનાઅન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા)એ જામનગરમા  ચાલી રહેલી કેનાલ સાફસફાઈની કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી તેમજ આ ચોમાસામા લોકોની હાલાકી દૂર થાય તે જોવા ખાસ કહ્યુ હતુ આ તકે મેયર બીનાબેન સ્ટેન્ડીંગ ચેરમેન મનીષ કટારીયા શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા વગેરે તેમની સાથે રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *