મહિલા સશક્તિકરણ નુ ઉતમ ઉદાહરણ પ્રસ્થાપીત કરતા જામનગરની એકમાત્ર મહિલાઓ સંચાલિત બેંકના ચેરમેન શેતલ શેઠ

સમાજના વિવિધ વર્ગની સેવા ના મુળમંત્ર સાથે જામનગરના આ મહિલા અગ્રણી પ્રેરક રીતે પ્રવૃતીશીલ તેમજ મેનેજમેન્ટ ની આગવી સુઝ સાથે લોકોના પ્રશ્ર્નોના તલસ્પર્શી અભ્યાસ સાથે બહોળા જનસમુદાયના જીવનધોરણ જાળવવાની જરૂરીયાત ની વિસ્તૃત જાણકારી સાથે હંમેશા લોકોની વચ્ચે રહેવાની બાબતોને આપે છે હંમેશા અગ્રતા

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

મહિલા સશક્તિકરણ નુ ઉતમ ઉદાહરણ જામનગરની એકમાત્ર મહિલાઓ સંચાલિત બેંકના ચેરમેન શેતલ શેઠ પુરૂ પાડી રહ્યા છે તેમજ
સમાજના વિવિધ વર્ગની સેવા ના મુળમંત્ર સાથે જામનગરના આ મહિલા અગ્રણી પ્રેરક રીતે પ્રવૃતીશીલ તેમજ મેનેજમેન્ટ ની આગવી સુઝ સાથે લોકોના પ્રશ્ર્નોના તલસ્પર્શી અભ્યાસ સાથે બહોળા જનસમુદાયના જીવનધોરણ જાળવવાની જરૂરીયાત ની વિસ્તૃત જાણકારી સાથે હંમેશા લોકોની વચ્ચે રહેવાની અને લોકઉપયોગી અને વ્યાપક જનહિતની સેવા કરવાની બાબતોને હંમેશા અગ્રતા આપે છે

ધ જામનગર મહીલા સહકારી બેંક લી.જે મહિલાઓ દ્વારા સ્થાપિત અને મહિલાઓ દ્વારા સંચાલિત જામનગરની એકમાત્ર બેંક છે તેના ચેરપર્સન તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ યુનિયન મા ડાયરેક્ટર ફાઉન્ડર પ્રેસીડન્ટ- સંસ્કૃતિ ફાઉન્ડેશન ઊપરાંત ટીમ SS ના પ્રેસીડન્ટ દુઆ ફાઉન્ડેશન ના એડવાઇઝર તરીકે ની તથા લીલાવંતી નેચર કેર હોસ્પીટલ મા કમીટી મેમ્બર તરીકે જવાબદારી સંભાળતા શેતલબેન લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ-જામનગરના પ્રેસીડન્ટ રહી ચુક્યા છે

જામનગરની પ્રથમ અને એક માત્ર મહિલા બેંક

મહિલા બેંકનાં સ્થાપક અને હાલનાં મેનેજીંગ ડાયરેકટર ઉર્મિબેન મહેતા અને ચેરપર્સન શેતલબેન શેઠની યથાર્થ મહેનત દ્વારા આજે ૬૦૦૦ સેવિંગ એકાઉન્ટ્સ અને રપ૦ કરન્ટ એકાઉન્ટ્સ કાર્યરત છે આ બેંકમાં ૮૦૦૦ સભાસદ, ૧૯ કરોડની ડીપોઝીટ છે અને ૧૦.૫૦ કરોડનું ધીરાણ આપેલ છે અહીં લોકર ફેસીલીટીસ, ડીપોઝીટ પર ઉંચા વ્યાજ દર, સીનીયર સીટીઝનને વધારાનાં ૦.૫૦% વ્યાજનો ફાયદો, NEFT/RTGS, ડીમાન્ડ ડ્રાફટ, પે ઓર્ડર, શેર એલોકેશન, હાઉસીંગ લોન, ગોલ્ડ લોન, સ્કુટર લોન, રિક્ષા લોન, કાર લોન, કમર્સીયલ વ્હીકલ લોન, વુમન એમ્પાવરમેન્ટ લોન તથા જમીન અને મકાન સામે મોર્ગેજ લોનની સુવિધા છે તેમજવેપારીઓ માટે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફટની સુવિધા છે ઉપરાંત વકીલો અને દસ્તાવેજ તથા એફિડેવીટ કરવા માટે તાત્કાલીક ઇ-સ્ટેમ્પિંગની સુવિધા તથાગુજરાત ગેસનાં બિલ ચેક અથવા રોકડા ભરવાની સુવિધા તેમજ બેસ્ટ સર્વિસ અને સચોટ કાર્ય પધ્ધતિનો સમન્વય છે તેમ લોકોનો અનુભવ છે સાથે સાથે સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝડ બેંક છેઘી જામનગર મહિલા સહકારી બેંક લી. શહેરમાં ત્રણ બ્રાન્ચ ધરાવે છે જે પી.એન. માર્ગ, રણજીતનગર અને દરબારગઢ સ્થીત છે

મહિલા અગ્રણીની અવિરત લોકઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ

સમાજ કાર્યકર સમાજ સુધારક સામાજીક આગેવાન મહિલા અગ્રણી અને પ્રેરક પ્રવૃતીશીલ મેનેજમેન્ટ ની આગવી સુઝ લોકોના પ્રશ્ર્નોના તલસ્પર્શી અભ્યાસ સાથે બહોળા જનસમુદાયના જીવનધોરણ જાળવવાની જરૂરીયાત ની જાણકારી મુદાસર સચોટ વક્તવ્ય જેથી સ્પષ્ટ વ્યક્તિત્વની ઝાંખી બહેનો માટે વિશેષ કાળજી લેવા સહાય આપવી અપાવવી સાથે સાથે બહેનો સ્વનિર્ભર બને તેની સફળ જહેમત તો વળી સૌ ને સાથે લઇ જાહેર જીવન ની બાબતો ને ઉજાગર કરવાની વિશેષતા સાથે યંગ એજમા જ માનવજીવન મુલ્યોનુ તલસ્પર્શી જ્ઞાન અને સતત જાણવાની અને લોકઉપયોગી થવાની ખંત વગેરે અનેક હકારાત્મક પાસાઓ જીવનમા વણી લેનાર શેતલ શેઠ દરેક વર્ગમા સન્માનનીય સ્થાન બનાવી ચુક્યા છે તેઓ noble work is worship મા માને છે તેવુ તેમની કાર્યશૈલી ની સમીક્ષા કરતા તારણ નીકળે છે તે દરેક બાબત પ્રચાર કે પ્રસિદ્ધીના બદલે સાયલન્ટલી દરેક ક્ષેત્રમા લોકઉપયોગી કાર્યો કરવાની નેમ સાથે સમાજમા બીજી સંસ્થાઓ તેમજ જાગૃત નાગરીકો માટે ખાસ કરીને બહેનો પ્રેરક બાબત બની રહે તેમજ માધ્યમોથી ઉપયોગી માહીતીઓ મળી રહે તેવા જ માત્ર હેતુથી ક્યારેક વિવિધ પ્રવૃતિઓનુ વિશેષણ વગર જાહેર પબ્લીકેશન થાય તે દિશામા પણ તેઓ ચોકકસ આગ્રહી રહ્યા છે પરંતુ તેમા સ્વપ્રસિદ્ધી ને પ્રાયોરીટી આપી નથી અને વિષયવસ્તુ પર જ ફોકસ કરે છે માટે જ તેમના ફોકસ ક્ષેત્ર મહિલા સશક્તિકરણ – વૈકલ્પિક આજીવિકા વિકલ્પો- ગુણવત્તા શિક્ષણ -વિશેષાધિકાર હેઠળની જીવનશૈલીમાં સુધારો આરોગ્ય-સ્વચ્છતા અને સ્વસ્થ વાતાવરણ વગેરે હોવાનુ તેમની વિવિધ સેવાકીય અને સમાજ ઉપયોગી તેમજ બહેનો ને લગત પ્રવૃતિઓ પરથી તારણ નીકળે છે તેઓ સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા અને નયારા એનર્જી દ્વારા “હેલ્પિંગ હેન્ડ્સ” ની પહેલના સહયોગથી, જામનગરને 100% સાક્ષર જીલ્લા બનાવવાના લક્ષ્ય સાથે વંચિત વર્ગ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનું કામ કરી રહ્યા છે. ફી માટે શાળાઓ દ્વારા કરવામાં આવતા અયોગ્ય દબાણ સામે “વાલીગીરી” તરીકે ઓળખાતી ગુજરાત કક્ષાનુ આંદોલન ચલાવે છે ઉપરાંત સ્વસ્થ પર્યાવરણ એ એક ખૂબ જ મૂળભૂત આવશ્યકતા છે અને વિવિધ પ્રયત્નો દ્વારા સમુદાયો, વિદ્યાર્થીઓ અને યુવાનો સુધી સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાનાં લક્ષ્યોને આગળ ધપાવી રહ્યા છે “સ્વચ્છ ભારત મિશન, એકલ પ્લાસ્ટિક ઘટાડવું, પ્લાન્ટેશન પ્રવૃત્તિઓ અને એકંદરે આરોગ્ય અને સ્વચ્છતા.” ના ધ્યેય સાકાર કરે છે તેવીજ રીતેજામનગરમાં મહિલાઓ માટે મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર, કેન્સર જાગૃતિ શિબિરો, વ્યાસન મુક્તિ શિબિરો અને સ્વચ્છતા જાગૃતિ શિબિરોનું આયોજન કરે છે અને એક હેલ્પલાઈન નંબર બનાવ્યો જ્યાં લોકો નિ શુલ્ક બેઝિક મેડિકલ ચેક અપ કરી અપાય છે , નિશુલ્ક ડોક્ટરની મુલાકાત અને જરૂરિયાતમંદ લોકોને ખોરાક, દવા અને કીટ પ્રદાન કરી, એમ્બ્યુલન્સ ન મેળવી શકતા દર્દીઓ માટે પરિવહનની વ્યવસ્થા કરવા માટે આશરે 100 સ્વયંસેવકોની એક ટીમ કાર્યરત રાકજે છે . ખાસ કરીને આ વિશેષ સેવા જે કોરોના પીકમા પુરિ પાડી હતી તેમા સમય પર, પ્રદાન કરેલ ઓક્સિજન સિલિન્ડરો,ઓક્સિજન માસ્ક, ફ્લોમીટર 500 થી વધુ દર્દીઓ ને પુરા પાડ્યા હતા તે વખતે શેતલબેન શેઠના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તેમની એનજીઓના ડ્રેસ કોડ્સ પહેરીને કોવિડ હોસ્પિટલમાં 60 થી વધુ સ્વયંસેવકો કામ કરતા હતાઅને તેમણે બધા અલગ અલગ કેન્દ્રો અને પ્રદાન કરેલા ખાદ્ય પદાર્થો અને કીટ વિતરણ વ્યવસ્થાની મુલાકાત લીધી હતી વળી જામનગરના તમામ ડોકટરો (એલોપથી, આયુર્વેદિક, હોમિયોપેથી, ડેન્ટલ ફિઝીયોથેરાપિસ્ટ) માટે ચેસ ટૂર્નામેન્ટ્સનુ આયોજન ક્રિકેટ ટૂર્નામેન્ટ ટી -20 નુ આયોજન ગુજરાત મહિલા ક્રિકેટરો માટે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ (જૈન પ્રીમિયર લીગ) નુ આયોજન કરેલુ હોય આ રીતે શીક્ષણ રોજગાર આરોગ્ય રમતગમત સેવા ઉત્કર્ષ સહિત દરેક ક્ષેત્રમા શેતલબેન શેઠનુ પ્રદાન છે સાતરે સાથે બેંકના ચેરમેન તરીકે સફળ રહી બેંકના પ્રોફીટ રેશીયો તેમના નેતૃત્વમા ઇમ્પ્રુવ થઇ રહ્યો છે તેમ પણ સમીક્ષકો જણાવે છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *