લેખિકા સુનિતા વ્યાસ નું પુસ્તક “પ્રેમ નું તત્વ ज्ञान” પ્રકાશિત થયું

અમદાવાદમાં નિવાસ ધરાવતા અને સિધધપુર ખાતે જન્મેલા મહિલા લેખિકા સુનિતા ડી વ્યાસ નું પુસ્તક “પ્રેમ નું તત્વ ज्ञान” તાજેતર માં પ્રકાશિત થયું છે.    આ પુસ્તક માં પ્રેમ એટલે શું?, પ્રેમ પામવાના ટૂંકા માર્ગ કયા કયા, મૌન પ્રેમ ની ભાષા એટલે શું, પ્રેમ ને ભક્તિ કેવી રીતે બનાવાય, પ્રેમ નો ધર્મ, ધ્યાન અને સેક્સ સાથે શું સંબંધ છે, સેક્સ નો અનહદ આંનદ કેવી રીતે મેળવી શકાય, પ્રેમ અને ધ્યાન દ્વારા પરમાત્મા ની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે, પ્રેમ મય સમાજ નિર્માણ અને વિશ્વ શાંતિ ની સ્થાપના કેવી રીતે થઈ શકે, વિગેરે ની ખૂબ સરસ માહિતી આ પુસ્તક માં આપી છે.લેખિકા ને ગાંધીનગર ના હિન્દી ગુજરાતી કવિ      લેખક અને અનુવાદક, સામાજિક કાર્યકર, અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ના શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.   પ્રેમ નું તત્વ ज्ञान- પુસ્તક મેળવવા માટે મોબાઇલ નંબર – ૯૪૨૯૯૫૫૮૧૭ પર સંપર્ક સાધવાનો રહેશે. લેખિકા સુનિતા વ્યાસ કવિયિત્રી, કોલ્મીષ્‍ઠ અને સોશિયલ એક્ટિ વિષ્ટ છે. તેઓને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્ટાર માં ૨૦૨૦ માં સ્થાન મળ્યું છે. તેઓ કવિતા ગીત ગઝલ અને નિબંધ લખવાનો શોખ ધરાવે છે. તેઓએ હિન્દી ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ એ બી ઍડ થયેલા છે. કમ્પ્યુટર સોફ્ટવેર માં પરફોર્મિંગ આર્ટસ ની ડીગ્રી ધરાવે છે.    તેઓની ગઝલો ને આંતરરાષ્ટ્રીય ગઝલ બુક માં સ્થાન મળ્યું છે. તેઓ પ્રકૃતિ પ્રેમી છે. તેઓને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી “બ્રાહ્મણ ગૌરવ એવાર્ડ – ૨૦૨૦, ગુર્જર કાવ્ય રત્ન સન્માન, સ્નેહ શ્રી નિધિ સમ્માન, તથા મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા હરિવંશ રાય બચ્ચન સન્માન પ્રાપ્ત થયેલ છે. તેઓને અનેક સન્માન પ્રાપ્ત થયા છે. અનેક સિધ્ધિ ઓ સુનિતા વ્યાસ દ્વારા હાંસલ કરવામાં આવી છે. તેઓને ખૂબ ખૂબ અભિનંદન 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *