મહાનુંભાવોની ઉપસ્થિતિમાં “સાંભળો સૌ અમારી અરજ,સ્વચ્છતા છે સહિયારી ફરજ” મહેસાણા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ટાઉનહોલ ખાતે શુક્રવારે સવારે ૧૦-૦૦ કલાકે યોજાશે મુખ્યમંત્રીશ્રીનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેરક માર્ગદર્શન

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં શ્રેષ્ઠ કાર્યકર,તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અપાશે

પોષણ માસ અંતર્ગત ચાલો પોષણ અભિયાનનમાં ” સહિ પોષણ  દેશ રોશન” સંકલ્પને ચરિતાર્થ કરવા અંગેનો મહેસાણા જિલ્લામાં વિવિધ સ્થળોએ ગાંધી જ્યંતિ નિમિત્તે કાર્યક્રમો  યોજાવાનો છે.જે કાર્યક્રમોમાં હેન્ડ વોશ દ્વારા સ્વચ્છતા દિનની હેન્ડ વોશીંગ દિવસ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. જે કાર્યક્રમોની પુર્વતૈયારીના ભાગ રૂપે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરાયું હતું., 

        સાંભળો સૌ અમારી અરજ,સ્વચ્છતા છે સહિયારી ફરજ” કાર્યક્રમ મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે ૦૨ ઓક્ટોબરે શુક્રવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે યોજાવાનો છે.આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાલુકા કક્ષાએ વિવિધ ૧૮૦ સ્થળોએ કાર્યક્રમો યોજાવાના છે.

        મહેસાણા જિલ્લાના તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં પોષણ માહ અંતર્ગત પોષણ આરતી અને પોષણ શપથના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.મહેસાણા જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૧-૦૦ કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેરક માર્ગદર્શન પણ આપનાર છે.જેમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા નવા નંદઘર ભવનના ઇ-લોકાર્પણ,ઇ-ભૂમિપૂજન સહિત NITA-નંદઘર ઇન્ફોરેમેશન ટ્રેકિંગ એપ્લીકેશનનું પણ લોન્ચીંગ થનાર છે.

         મહેસાણા જિલ્લાના તાલુકા કક્ષાના “સાંભળો સૌ અમારી અરજ,સ્વચ્છતા છે સહિયારી ફરજ”  કાર્યક્રમો ૧૮૦ સ્થળોએ યોજાનાર છે. તાલુકાના કક્ષાના આ કાર્યક્રમોમાં ૨૦ સેકન્ડ સુધી હાથને કેવી રીતે સ્વચ્છ રાખવા બાબતની ટ્રીક અંગે માહિતગાર કરી હેન્ડ વોશીંગના કાર્યક્રમનું આયોજન કરાયું છે. તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં બહેનોની થર્મલ ગન દ્વારા તપાસ કરી સેનીટાઇઝેશન બાદ પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત આવેલ મહિલાઓને પ્રમણપત્ર અને સ્વચ્છતા કીટ અર્પણ કરાશે.માતાઓને સ્વચ્છતા કીટમાં માસ્ક,સાબુ,સેનેટરી પેડની કીટ તેમજ પ્રમાણપત્ર એનાયત કરાશે

        મહેસાણા જિલ્લા કક્ષાના ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે હેન્ડ વોશીંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે.જેમાં પ્રાર્થના,પોષણ આરતી, પોષણ શપથ સહિતના કાર્યક્રમો દ્વારા મહિલાઓને જાગૃત કરવામાં આવનાર છે.મહેસાણા જિલ્લાના કક્ષાના કાર્યક્રમમાં  સુપોષીત પરિકલ્પનાને પરીપુર્ણ કરવા માટે શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાશે.

 મહેસાણા જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોને સફળ બનાવવા આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૌ.ગૌરાંગ વ્યાસ, સંબધિત જિલ્લાના  તમામ શાખાના નોડલ અધિકારીઓ,નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સી.ડી.પી.ઓ સહિત સંબધિત

 જિલ્લાના તમામ શાખાના નોડલ અધિકારીઓ,ગ્રામ્ય સ્તરે વી.એલ.ઇ,શિક્ષણ કર્મીઓ,આાચાર્યશ્રીઓ,બી.આર.સી, સી.આર.સી,આંગણવાડીની બહેનો ટીમ વર્કથી કામ કરી રહી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM