ભક્તામર ની સાધનાથી જે ઊર્જા અને જે અનુભૂતિ પ્રગટે છે તે જીવનની સર્વ શ્રેષ્ઠ અનુભૂતિ છે-નિકુંજ ગુરૂજી
ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની છત્રની છાયામાં તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા અને જંગમરત્ન તીર્થ પ્રેરક પ.પૂ.આ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના દિવ્ય આશીર્વાદથી જૈન અનુષ્ઠાન પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય સંગીતના સથવારે શ્રી ભક્તામર ધ્યાન શિબિર યોજાયેલ. જેમાં પ.પૂ.જ્યોતિષાચાર્ય ડો.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,ધ્યાનનિષ્ઠ પૂજય મુનિરાજ લલીતેશ વિજયજી મ.સા,વૈયાવચ્ચ પ્રેમી પૂજય મુનિરાજ હેમદર્શન વિજયજી મ.સા,માનવતા પ્રેમી પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,સ્વાધ્યાય પ્રેમી પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ની પાવનકારી નિશ્રામાં યોજાયેલ.આ ભક્તામર ધ્યાન શિબિરમાં પંડિતવર્ય શ્રી નિકુંજભાઈ ગુરૂજી એ માનતુંગસૂરી મહારાજા વિરચિત દિવ્ય પ્રભાવિક સ્તોત્ર,યંત્ર,મંત્ર,તંત્રની વિશેષ સમજણ અને ધ્યાન સાધના કર્મક્ષય-મોક્ષમાર્ગની સાધના વિગેરેની ઉપર સમજાવેલ.આ પ્રસંગે ભક્તામર રેડિયોનું લોન્ચિંગ અને ભક્તામર ચાતુર્માસ પત્રિકા આલેખન નું મુહૂર્ત પ્રદાન કરવામાં આવેલ.આ પ્રસંગે સંગીતની રમઝટ દ્વારા શ્રી ભાવિકભાઈ શેઠે દરેક ભક્તોને ભક્તિમાં તરબોળ કરેલ.આ ભક્તામર ધ્યાન શિબિરમાં ઓનલાઈન ના માધ્યમ થી પણ ભારત ભરમાંથી લાખો ભક્તો જોડાયેલ.આ પ્રસંગે પંડિતવર્ય શ્રી નિકુંજભાઈ ગુરૂજી એ દરેક ગુરૂ ભગવંતોને શ્રી ભક્તામર સ્તોત્રની પુસ્તક અર્પણ કરેલ અને સાથે સાથે પંડિતવર્ય શ્રી નિકુંજભાઈ ગુરૂજીએ પધારેલ રાજકીય અતિથિ વિશેસોનું સાલ,માળા અને ભક્તામર રેડિયો અર્પણ કરી બહુમાન કરેલ.આ પ્રસંગે પંડિતવર્ય શ્રી નિકુંજભાઈ ગુરૂજી,પંડિતવર્ય શ્રી પરેશભાઈ શાહ,પ્રમુખ પાટણ જીલ્લા ભાજપ શ્રીમાન ડો.દશરથજી ઠાકોર,શ્રી ભલાભાઈ કટારીયા,પંડિતવર્ય શ્રી હિતેશભાઈ શાહ,શ્રી સમીરભાઈ શાહ,શ્રી કૌશલભાઈ જોષી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતી બાદ જૈન અનુષ્ઠાન પરિવાર તરફથી દરેક ભક્તોનું દસ રૂપિયાનું સંઘ પૂજન કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમના આયોજક શ્રી જૈન અનુષ્ઠાન પરિવાર દ્વારા કરવામાં આવેલ.આ પ્રસંગે મુંબઇ,અમદાવાદ, કચ્છ, સુરત,થરા વિગેરેથી ભાવિક ભક્તો પધારેલ.





