રાજ્ય સરકારશ્રીના વિવિધ વિભાગોની લોક કલ્યાણકારી યોજનાઓ પરત્વે અગ્રેસર રીતે “Good Governanace” થકી લોકાભિમુખ વહીવટ બાબતે “District Plan” તૈયાર કરવા સુચન કરાયું હતું. જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના કલેકટર કચેરી ખાતે જીલ્લા પ્રભારી સચિવશ્રી રૂપવંતસિંહની અધ્યક્ષતામાં તથા જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં “Good Governanace”ની સમીક્ષા બેઠક યોજાઈ.જેમાં જીલ્લાની લોક કલ્યાણકારી વહીવટ પરત્વે સતતપણે આયોજન, અમલીકરણ, અસરકારક નિરીક્ષણ તેમજ ટેકનોલોજીના માધ્યમથી લોકોની સુવિધામાં વધારો થાય અને વહીવટી સેવાઓનું સરલીકરણ થાય તે સારૂ જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળની કામગીરી સંદર્ભે હાલમાં કાર્ય કરવાની પધ્ધતિમાં સુધારણાનો અવકાશ, સુધારણા થકી વહીવટી સેવાઓના સરલીકરણ અને સુચનો સહિત યોજના/સેવાઓનું ટૂંકું પ્રેઝન્ટેશન(PPT) મારફતે જીલ્લામાં કરેલા જુદા-જુદા કામોની વિગતોની ચર્ચા તથા દરેક અધિકારીશ્રીઓ દ્વારા કરેલ કામગીરીની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં જીલ્લા પ્રભારી સચિવશ્રી રૂપવંતસિંહે જણાવ્યું કે, અરવલ્લી જીલ્લામાં ચાલતા બિઝનેસ પ્રોસેસને લગતા સેન્સેટીવીટી મુદ્દાઓને ધ્યાને લેવા, ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ કરવો, છુટા છવાયા ગામોને ઉપર લાવવા, પુરવઠાને ધ્યાને લગતા સેન્સેટીવ મુદ્દાઓની તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, જીલ્લામાં ચાલતા જટિલમાં જટિલ પ્રશ્નોની દરેક અધિકારીશ્રીઓ જોડે ચર્ચા કરી, તેમજ ગ્રામ્ય કક્ષાના છેવાડાના ગામો જે સરકારની વિવિધ યોજનાઓના લાભથી વંચિત રહે છે. તેવા ગામડાઓના લોકોની યાદી બનાવવી અને તેમને સરકારની વિવિધ યોજનાઓથી વંચિત ન રહે અને તેમણે દરેક લાભ મળે તેવી કામગીરી કરવા સુચનો કર્યા હતા.આ બેઠકમાં જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટિયાએ પણ જીલ્લાના અધિકારીશ્રીઓને સુચનો કર્યા કે, સરકારની “Good Governanace”ની બાબતોને ધ્યાને લઈને જીલ્લામાં ચાલતા જટિલ પ્રશ્નોનું નિરાકરણ લાવવું, તેમજ પ્રજાને મળતા લાભો અપાવવા તેવી અનેક બાબતોથી વાકેફ કર્યા હતા. આ બેઠકમાં અરવલ્લી જીલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, મોડાસા પ્રાંત અધિકારીશ્રી મયંક પટેલ, જીલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી દાવેરા, ડી.વાય એસ.પી.શ્રી, જીલ્લા પુરવઠા અધિકારીશ્રી ડોડીયા, પોલીસ અધિકારીશ્રી, ICDS અધિકારીશ્રી, આયોજન અધિકારીશ્રી, તેમજ જીલ્લાના અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


