“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અનેજિલ્લા રમતગમત અધિકારી ખેડાનડીઆદ દ્વારા સંચાલીત ૬૦ વર્ષ થી ઉપરના સિનિયર સીટીઝન ભાઇઓ અને બહેનો માટેજિલ્લાકક્ષાની રમત સ્પર્ધાઓનું આયોજન તા.૨૯/૦૯/૨૦૨૧ અને ૩૦/૦૯/૨૦૨૧ના રોજ કરવામાં આવેલ હતું. જેમાં ચેસ,કેરમ, રસ્સાખેંચ, શુટીંગ વોલીબોલ, યોગાસન, ક્રિકેટ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન નડીઆદ ખાતે બલ્કન–જી બારી,નડીઆદ અને દ.વિ.સો. સાર્વજનીક વ્યાયામ શાળા, નડીઆદ અને સ્પોર્ટસ સંકુલ, નડીઆદ ખાતે અલગ અલગ રમતોનું આયોજનકરવામાં આવેલ હતું. જેમા જુદી જુદી રમતોમાં ૫૦ થી વધારે સિનિયર સીટીઝન ભાઇઓ અને બહેનો સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ જિલ્લાકક્ષાની સિનિયર સીટીઝન રમત સ્પર્ધાઓમાં વિજેતા થયેલ સ્પર્ધકો આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષાની રમતસ્પર્ધાઓ માટે ભાગ લેવા જશે. જે યાદિ મુજબ ડૉ. અમીત પી. ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારી, ખેડા (નડીઆદ) ની અખબારયાદીમાં જણાવવામાં આવેલ છે.





