સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવી આજની મહિલાઓ સ્વાવલંબી બની સમાજમાં માન સન્માન ભેર આગળ પ્રગતિ તરફ ડગ ભરી રહી છે અરવલ્લી – મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના

અરવલ્લી જિલ્લા કક્ષામાં માતા યશોદા એવાર્ડ વિતરણ અને ગાંધી જયંતિની ઉપક્રમે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની નિમિતે હેન્ડ વોશીંગનો કાર્યકમ  યોજાયો

    રવલ્લી જિલ્લા કક્ષાના માતા યશોદા એવાર્ડ વિતરણ અને  ૦૨ ઓકટોબર  ગાંધી જયંતિ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી  નિમિત્તે  મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ, યાત્રાધામના રાજય કક્ષાના  મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને અને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના ગુજરાત ક્ષેત્રેના ચેરમેન સરદારસિંહ બારૈયાના અતિથી વિશેષ  ઉપસ્થિતિમાં મ.લા. ગાંધી  ઉચ્ચતર કેળવણી મંડળ હોલ, કોલેજ કેમ્પસ મોડાસા ખાતે  કરવામાં આવી

  આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં આજના દિવસે પૂજય બાપૂનું પુણ્ય સ્મરણ કર્યું હતું અને જણાવ્યું કે, કોરોના મહામારીના સમયે સ્વચ્છતા ત્યાં પ્રભૂતાના બાપૂના મંત્રને આપણે જીવનમાં ઉતારવો જ રહ્યો. આજના દિવસે અરવલ્લીની મહિલાઓએ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ અંતર્ગત મહત સંદેશ આપવા માટે હેન્ડવોશ અભિયાનમાં જોડાયા છે તેમની કામગીરીને બિરદાવું છું. કોરોના મહામારીમાં પણ ગામેગામ-ઘરે ઘરે આંગણવાડી કાર્યકતાઓ પહોંચયા છે અને કોરોના સંક્રમણને જિલ્લામાં નિયંત્રણમાં રાખવામાં તેમનું મોટો ફાળો રહ્યો છે. 

       વધુમાં મંત્રીશ્રીએ રાજય સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જેનો પુરતો લાભ લઇ આજની નારી શકિતશાળી અને સ્વાલંબન બની છે મહિલાનઓ માટે પોતાના રક્ષણ માટેની મહિલા અને બાળ વિકાસની  ૧૮૧ અભયમયોજના, કોઇ મહિલા કુપોષીત બાળકને જન્મ ન આપે તે માટે સર્ગભાઓને પોષણ આપવાની યોજના અને મહિલાઓ આત્મનિર્ભર બને એવી અનેક યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ ઉપરાંત મહિલાઓ ઉધોગક્ષેત્રે આગળ આવે તે માટે આવકની મર્યાદા વગર લોન આપવાની યોજના ગં.સ્વરૂપ ગણાતી વિધવા મહિલાઓને માસિક રૂ. ૧૨૫૦ આપી મહિલા પોતાના કુટુંબનુ ગુજરાન ચલાવી શકે તે યોજનાની પણ જાણકારી આપી હતી તથા સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા મહિલાઓને મળતી સુવિધા વિશે પણ જાણકારી આપી તેનો લાભ લેવા મહિલાઓને અનુરોધ કર્યો હતો.

        આ પ્રસંગે ચેરમેનશ્રીએ કોરોનાની મહામારી ચાલી રહી ત્યારે આવી કપરી પરિસ્થિતિને નિવારણ માટે પુરતી કાળજી લેવા અનુરોધ કર્યો હતો  તેમણે જણાવ્યું કે, જિલ્લાને નવી  આંગણવાડી મળી છે અને  આંગણવાડીનું ભૂમિપૂજન મુખ્યમંત્રીએ કર્યું છે ત્યારે આંગણવાડી કાર્યકતાઓ વધુ જોમ અને ઉત્સાહ સાથે કામ આરંભે. અરવલ્લીમાં કુપોષિત બાળકો ન રહે તેની  જવાબદારી પણ આંગણવાડી કાર્યકતાઓ પર છે. ગત મહિને ઉજવાયેલા પોષણ માસ દરમિયાન સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓ, બાળકોને ઘરે ઘરે જઇને પૂરક પોષણ પૂરો પાડવામાં આવ્યો છે. આવી સુંદર કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા 

        આ કાર્યકમમાં માન. મુખ્યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ગાંધીનગરથી ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફીસના નવનિર્મિત ભવનોનું  ઇ- લોકાર્પણ, ઇ- ભૂમિપૂજન તથા NiTA (નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશન ) નું લોચિંગ  કરવામાં આવ્યુ હતું.

    કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ મહાનુભાવો સાથે પોષણ શપથ લીધા હતા અને કાર્યક્રમની શરૂઆતમાં પોષણ આરતી પણ કરવામાં આવી હતી. સાથે ડચકા–૩ઘટકના આંગણવાડી કાર્યકર શ્રી વણઝારા સુશીલાબેન અને તેડાગર બેન શ્રી વણઝારા ઇન્દીરાબેનને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે  જિલ્લા કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો

    આ  કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, આઇસીડીએસ વિભાગના અધિકારીશ્રી, જિલ્લા ભાજપા પ્રમુખ અને અગ્રણી શ્રી રણવીરસિંહ ડાભી, મહિલા અગ્રણી શ્રી મતિ વનીતાબેન પટેલ, શ્રી મતી જલ્પાબેન ભાવસાર અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પોષણકર્મીઓ મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.   

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM