મહાત્માગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા ગાંધીજી ની 151 મી જન્મ જયંતિ નિમિત્તે અહિંસા દિવસ પર સન્માન કાર્યક્રમ ઑન લાઈન યોજાયો

ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ પર મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ પર ઑન લાઈન સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો   આ કાર્યક્રમ નું ઉદ્ઘાટન આદરણીય શ્રી શ્રીમતી રીટા બહેન પટેલ મેયર શ્રી ગાંધીનગર દ્વારા તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ બપોરે બે વાગ્યે કરવામાં આવ્યું જેમાં સંસ્થા ના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા તેઓ નું શબ્દો રૂપી પુષ્પો થી સ્વાગત કરવામાં આવ્યું     આ કાર્યક્રમ માં મધ્યપ્રદેશ દતિયાં ના ગવર્ન્મેન્ટ કૉલેજ ના પ્રિન્સિપલ શ્રી ડૉ ડી આર રાહુલ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેઓનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમ માં ગાંધીજી ને ખૂબ પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ ડૉ ભાવના સાવલિયા રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સામાજિક કાર્યકર, સાહિત્ય કાર, સ્વછતાં અભિયાન સાથે જોડાયેલા લોકો, રમત ગમત ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર અને કલા કાર લોકો નું “મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સન્માન – ૨૦૨૦ થી સન્માન પત્ર આપી દશ લોકો નું સન્માન મેયર શ્રી દ્વારા કરવામાં આવ્યું તેઓ એ સંસ્થા ના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા અને આ સુંદર કાર્ય ને બિરદાવ્યુ હતુંઆ કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત દતીંયા કૉલેજ ના પ્રિન્સિપલ દ્વારા સુંદર ભાષણ આપવામાં આવ્યું હતું, સંસ્થા ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા તેઓએ પણ દશ પ્રતિભાગી લોકો નું સન્માન કર્યું હતું સંસ્થાના ઉપાધ્યક્ષ શ્રી દિનેશસિંહ ચાવડા, સચિવ શ્રી રમેશભાઇ મૂલવાણી,ખચાનચી એડવોકેટ શ્રી કાંતિભાઈ પટેલ, સંચાલક શ્રી વિનિત અસર, હિના શાહ ટ્રસ્ટી, શ્રી મહેન્દ્ર ભાઈ ચૌહાણ ટ્રસ્ટી રાધેશ્યામ યાદવ ઉપ સચિવ અને ઇંડિયન લાયન્સ ગાંધીનગર દ્વારા તથા સંસ્થાના પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા દશ દશ પ્રતિ ભાગી ઓ નું સન્માન એવાર્ડ આપી કરવામાં આવ્યું હતું    સંસ્થા માં માનદ સેવા આપનાર રોશન ધરા કાણોદર પાલનપુર નો સંસ્થા ના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં કુલ ૧૧૧ જેટલા લોકો નું સન્માન કરવામાં આવ્યું હતું.    એડવોકેટ શ્રી કાંતિભાઈ પટેલ દ્વારા આભાર દર્શન કરવા મા આવ્યું હતું, અંત માં સંસ્થાના અધ્યક્ષ, ઉપ પ્રમુખ શ્રી ઇંડિયન લાયન્સ ગાંધી નગર, સામાજિક કાર્યકર અને સાહિત્ય કાર કવિ લેખક અને અનુવાદક હિન્દી ગુજરાતી, નશા મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા વંદે માતરમ્ રાષ્ટ્ર ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો 

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM