ડીસાના બાલાજી બંગ્લોઝ સોસાયટી પરીવાર દ્વારા નવમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા..

બનાસકાંઠા જિલ્લાના અનેક શહેરોમાં  નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે નવમા નોરતે આધશકિત માં જગદંબાની ઉપાસના આરાધના ભક્તિનો અનેરો આનંદ છવાયો જોવા મળી રહ્યો છે ડીસાની શુભમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ બાલાજી બંગ્લોઝ સોસાયટીમાં ખેલૈયાઓ માતાજીના ભક્તિમાં લીન થઈ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા ત્યારે સરકારની ગાઈડ લાઈન મુજબ પૂરેપૂરી તકેદારી પણ સોસાયટીના રહીશો દ્વારા રાખવામાં આવી રહી હતી સોસાયટીના રહીશો પરિવારના જેમ એક થઈ માતાજીના ગરબે રમવાનો આનંદ માણ્યો હતોજેમાં જલારામ યુવા સંગઠનના મહામંત્રી વેકુઠભાઈ ઠક્કર, હંસરાજ ભાઈ ખત્રી,જિલ્લા પંચાયત સદસ્ય જ્યંતિભાઈ રાજગોર, દેવેન્દ્રભાઈ જોશી,મંગળગીરી ગોસ્વામી,  ગોપાલભાઈ ઠક્કર, નિમેષભાઈ ઠકકર, દીપકભાઈ ગેલોત, ર્ડો. અમિતભાઇ ગેલોત, ચિંતનભાઈ ઠકકર, રાજુભાઈ ઠકકર, ચેતનભાઈ ઠકકર, સચીનભાઈ પંચાલ, ઉમેદભાઈ જોશી, કમલેશભાઈ પટેલ, બાબુભાઇ પટેલ, વિક્રમભાઈ સાંખલા, દિનેશભાઇ પુજારા,ર્ડો મિતુલભાઈ પટેલ, અનિલભાઈ દેસાઈ, હસમુખભાઈ જોશી, દિનેશભાઇ ઠક્કર(સહેનસા), નરસિંહભાઈ દેસાઈ  સહીત બાલાજી બંગલોઝ સોસાયટી પરીવાર દ્વારા સમૂહ આરતીનો લ્હાવો લીધો હતો અને 56 ભોગના પ્રશાદ નું આયોજન કરવામાં આવ્યું હતું મોટીસંખ્યામાં સોસાયટીના રહીશો દ્વારા માતાજીના ગરબે ઘૂમ્યા હતાં ગરબા મંડળ દ્વારા મહા પ્રસાદ સાથે નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી  જેમાં સોસાયટી મંડળ દ્વારા માતાજીના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આનંદ ઠકકર ડીસા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM