ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો અંડર-૧૯ રમતોત્સવનું સમાપન જિલ્લાકક્ષાએ વિજેતા બનેલ ખેલાડી-ટીમ રાજ્યકક્ષાએ રમશે

ગીર સોમનાથ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત જિલ્લાકક્ષાનો શાળાકીય અંડર-૧૯ રમતોત્સવ ૨૦૨૧-૨૨નું સમાપન થયું છે. જેમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તાલુકાકક્ષાએ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટિક્સમાં જિલ્લાના ૬ તાલુકાઓના અંદાજિત ૧૨૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ તાલુકાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમ-ખેલાડીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉપરાંત જિલ્લાકક્ષાએ ૨૧ જેટલી રમતો સીધી યોજાઈ હતી. આમ, આ રમતોત્સવમાં જિલ્લાકક્ષાએ અંદાજિત ૧૦૦૦ જેટલા ખેલાડીઓ સહભાગી થયા હતા. હવે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા બનેલ ખેલાડી-ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનુ પ્રતિનિધિનત્વ કરશે. તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયું છે.   

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *