ભાજપ પ્રદેશ માછીમાર સેલના સદ્સ્ય તરીકે કચ્છના ૨ અગ્રણીઓની નિમણુંક

ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ માછીમાર સેલના કન્વિનર મહેન્દ્રભાઈ જુંગી સાથે એમની પ્રદેશ સદ્સ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. ૨૧ સદસ્યોની આ યાદીમાં કચ્છના ૨ ખારવા સમાજ (માછીમાર) અગ્રણીઓનો સમાવેશ થાય છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર કચ્છ માંંડવીના ૨ અગ્રણીઓ શાંતિલાલ જીવા મોતિવરસ અને જીગરભાઈ કિશોરભાઈ ધાયાણી નો સમાવેશ થાય છે. પ્રદેશ મહામંત્રી અને હેડક્વાર્ટર ઇન્ચાર્જ પ્રદિપસિંહ વાઘેલા દ્વારા જાહેર કરાયેલ યાદીમાં કચ્છ માંંડવીના ૨ ભાજપ ના કાર્યકતાઓનો સમાવેશ થયો છે. ભારતીય જનતા પાર્ટીના વર્ષો જુના સનિષ્ઠ કાર્યકર અને ખારવા સમાજના આગેવાન શાંતિલાલ જીવા મોતિવરસ અને ભારતીય જનતા પાર્ટી માંંડવી શહેરના ખજાનચી અને યુવા મોરચાના પૂર્વ ઉપ પ્રમુખ તથા શ્રી દરિયા છોરૂ યુવા સેવા સંઘ ના પ્રમુખ અને માંંડવી ખારવા સમાજના યુવા આગેવાન જીગર કિશોરભાઈ ધાયાણી ની નિમણુંક થતા એમને ચોતરફથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે. કચ્છના માછીમાર સમાજના વિકાસ ને આ નિમણુંક થી વેગ મળે અને માછીમારોના સ્થાનિક પ્રશ્નોનો ઝડપ થી નિકાલ થાય એવી અપેક્ષા ખારવા માછીમાર સમાજ દ્વારા રાખવામાં આવી રહી છે.

રિપોર્ટ:- અજય ખત્રી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *