વૈજનાથ વિદ્યાલય વેજપુર ખાતે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ડેસર તાલુકાની વૈજનાથ વિદ્યાલય, વેજપુર ખાતે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ભારતીય ધોરણો અંગે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

             કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ભારત સરકાર દ્વારા કન્ઝ્યુમર અવેરનેસ એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન પ્રોગ્રામ ઓન ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ IS એક્ટ 2016 હેઠળ માલસામાનના માનકીકરણ, માર્કિંગ અને ગુણવત્તા પ્રમાણપત્રની પ્રવૃત્તિઓના સુમેળપૂર્ણ વિકાસ માટે અને તેની સાથે જોડાયેલી અથવા આકસ્મિક બાબતો માટે સ્થપાયેલી ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે.

             BISરાષ્ટ્રીય અર્થતંત્રને શોધી શકાય તેવા અને મૂર્ત લાભો પ્રદાન કરે છે. સંખ્યાબંધ રીતે સલામત વિશ્વસનીય ગુણવત્તાનો માલ પૂરો પાડવો,ઉપભોક્તાઓ માટે આરોગ્યના જોખમોને ઘટાડવું, નિકાસ અને આયાતના વિકલ્પને પ્રોત્સાહન આપવું,માનકીકરણ, પ્રમાણપત્ર અને પરીક્ષણ દ્વારા જાતો વગેરેના પ્રસાર પર નિયંત્રણ કરે છે.આ અંગેની વિસ્તૃત માહિતી સાથે તાલીમ આપવામાં આવી હતી.

ગ્રાહકો તેમજ ઉદ્યોગોના હિતને ધ્યાનમાં રાખીને BIS સ્ટાન્ડર્ડ્સ ફોર્મ્યુલેશન પ્રોડક્ટ સર્ટિફિકેશન સ્કીમ, ફરજિયાત રજિસ્ટ્રેશન સ્કીમ ફોરેન મેન્યુફેક્ચરર્સ સર્ટિફિકેશન સ્કીમ, હૉલ માર્કિંગ સ્કીમ,લેબોરેટરી સર્વિસિસ લેબોરેટરી રેકગ્નિશન સ્કીમનું વેચાણ, ભારતીય સ્ટાન્ડર્ડ્સ કન્ઝ્યુમર અફેર્સ એક્ટિવિટીઝ, પ્રમોશનલ એક્ટિવિટીઝ ટ્રેનિંગ સર્વિસિસ, નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ ઈન્ફોર્મેશન સર્વિસ કેવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.

             આ કાર્યક્રમમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)અભિષેક સિંહ નાયબ નિયામકશ્રી અભિષેક સિંહ સિનિયર પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર (ગ્રામીણ), પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર,વડોદરાના શ્રી દિનેશ ગાંધીએ શાળાના આચાર્ય અને શિક્ષકો તથા મહાનુભાવોની ઉપસ્થિતમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાકેશ રબારીએ કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM