
બનાસકાંઠા જીલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા ડીસા તાલુકાના નવનિયુકત સન્માનનીય સરપંચો ડેપ્યુટી સરપંચોનો સન્માન સમારોહ વર્ધમાન જૈન વિહાર ભીલડી રોડ આખોલ ચાર રસ્તા ડીસા ખાતે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં મુખ્ય આયોજક તરીકે બહાદુરસિંહ વાઘેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અખિલ ભારતીય ક્ષત્રિય મંચ દિલ્હીવાળા રહ્યા હતા
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા તમામ આવનાર મહાનુભાવો અને મહેમાનોનું ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત ક્ષત્રિય સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલા દ્વારા ઉમળકાભેર આવકાર આપીને તથા બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવનારા તમામ મહાનુભાવો અને મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાફો પહેરાવી ફુલહાર પહેરાવી ગુજરાત ક્ષત્રિય સમાજના અધ્યક્ષ બહાદુરસિંહ વાઘેલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા, બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડિયા જિલ્લા ભાજપ પ્રમુખ બનાસકાંઠાના ગુમાનસિંહ ચૌહાણ પ્રદેશ ભાજપ પ્રમુખ ભાજપ અને પ્રભારી બનાસકાંઠા નંદાજી ઠાકોર, ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા બનાસકાંઠા ભાજપના પ્રભારી સુરેશભાઈ શાહ એપીએમસી ચેરમેન માવજીભાઇ દેસાઇ ભારતસિંહ ભટેસરીયા ડાહ્યાભાઈ પિલીયાતર કૈલાશ ભાઇ ગેલોત,મેરૂજી ધૂએ સહિત નામી અનામી મહાનુભાવો,હોદેદારો આગેવાનોનું કાર્યક્રમના આયોજક બહાદુરસિંહ વાઘેલા દ્વારા સાફો પહેરાવી ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અને જગતજનની મા અંબાની ફોટો ફ્રેમ આપી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચૂંટાયેલા નવનિયુકત સરપંચ અને ડેલીગેટો દ્વારા કાર્યક્રમના આયોજક બહાદુરસિંહ વાઘેલાનું સાફો પહેરાવી ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને મહેમાનો સહિત બહાદુરસિંહ વાઘેલા દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાળાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ભવ્ય સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત નવનિયુકત સરપંચ અને ઉપસરપંચ સહિત ડેલીગેટનુ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ વિશાળ સન્માન સમારોહ અને શક્તિ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો તેમજ આબાલવૃદ્ધ સૌ ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં ઉલ્લેખનીય છે કે આ સન્માન સમારોહ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા લોકો માટે સમસ્ત બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સ્વરુચિ ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું છે જેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રોને આવકારવામાં આવ્યા હતા
વધુમાં ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારાઓને ડીસા શહેર ભાજપ મિડિયા કન્વીનર સેલ કાન્તિલાલ લોધા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો
ઉલ્લેખનીય છે કે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા ક્ષત્રિય સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલાને શક્તિ પ્રદર્શન અને નવનિયુક્ત સરપંચ નો સન્માન સમારોહ યોજવા બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પોતે ક્ષત્રિય સમાજના હંમેશા ઋણી રહેશે વધુમાં જણાવ્યું કે પોતાના કાર્યકાળ પૂર્ણ થતા સુધી કોઈપણ ગ્રામીણ વિસ્તાર ને પાકા રસ્તાથી અને પાયાની સુવિધાઓથી વંચિત નહીં રહેવા દેવાનું વચન આપ્યું હતું
