“દરેક જરૂરિયાતમંદ નાગરિકોને વિનંતી છે કે અવશ્ય આયુષ્યમાન કાર્ડ કઢાવે!”

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

ગતરોજ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કાર્યકમ હતું ત્યારે ત્યાં ગ્રામ્ય વિસ્તારના તરુણ આદિવાસી એક બાળક કે જે લીમડા પરથી પડી ગયો હોય અને તેને બંને હાથે ફેક્ચર થયેલ હતું અને તેનો પરિવાર સારવાર અર્થે હોસ્પિટલમાં લઈને આવ્યા, ત્યારે તેઓ પાસે આયુષ્યમાન કાર્ડ હતું અને પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હતી, પણ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની સુવિધા બંધ કરી દીધી હતી માટે તે પરિવારને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવાર મળી રહે તે માટે દર્ભાવતી- (ડભોઈ ) ના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મેહતા ( સોટ્ટા ) તેમને જિલ્લા આરોગ્ય અધિકારી અને ડભોઈના આરોગ્ય અધિકારીને સૂચના આપી તાત્કાલિક આયુષ્યમાનકાર્ડ હેઠળ સુવિધાઓ ડભોઈમાં શરૂ થાય તે માટે સૂચના આપી , અધિકારીઓને નમ્ર અનુરોધ કર્યો કે સરકારની કલ્યાણકારી યોજના આયુષ્યમાન કાર્ડ દરેક જરૂરિયાતમંદ નાગરિકો સુધી પહોંચાડે એજ અભ્યર્થના.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *