ખડાયતા યુવા સંઘ દ્વારા સમૂહમાં ગુજરાતી ચલચિત્ર ‘પેટીપેક’ નિહાળ્યું

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસાના ખડાયત યુવા સંઘ દ્વારા ગુજરાતી ચલચિત્ર પેટીપેક ને સમૂહમાં નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ચલચીત્ર આશરે ૪૫૦ જેટલા વ્યકિતઓએ એક સાથે નિહાળ્યું હતું. આ ચલચિત્રમાં યુવાનોને સાચી દિશા બતાવતું આ ચલચિત્રના નિર્માતા શ્રી નૈનેશ ભાઈ શાહ દ્વારા બનાવ્યું છે. આજ રોજ ચલચિત્રના નિર્માતા દ્વારા યુવાનોમાં ઉત્સાહ વધારવા મોડાસાના એક થિયેટરમાં પોતે આ યુવા સંઘ સાથે ચલચિત્ર નિહાળ્યું હતું ખડાયતા યુવા સંઘ ના પ્રમુખ શ્રી રિતેશ બિપીનકુમાર શાહ અને તેમની યુવા ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં વસતા લોકોને સમાજના ખોટા રિવાજો અને તેના લીધે થતી મુશ્કેલી માટે આ ચલચિત્ર જોવાની અપીલ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *