વિધાર્થીઓ માટે આવશ્યક અને ઉપયોગી મહત્વપૂર્ણ સેમિનાર- જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા

સફળતા માટે ધ્યાન કેન્દ્રિત કરી પરિણામલક્ષી મહેનત કરો કુલપતિશ્રી પ્રો.ડો.જયરાજસિંહ જાડેજા

       આજે રાજયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ ૯ થી ૧૨ના વિધાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવાનો જિલ્લાકક્ષાનો સેમિનાર શિક્ષણ વિભાગ દ્વારા યોજાયો હતો. જે પૈકી કચ્છ જિલ્લામાં ભુજ આર.ડી.વરસાણી હાઈસ્કૂલ કેમ્પસ ખાતે એક દિવસના કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં વિધાર્થીઓ જોડાયા હતા.

      શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગથી યોજાયેલા સેમિનારમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

        જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા સેમિનારમાં તેમણે જણાવ્યું હતું કે, રાજયના વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર મહત્વપૂર્ણ, આવશ્યક અને ઉપયોગી છે.

રાજયના ૨૫ જિલ્લામાં યોજાયેલા આ સેમિનારમાં બાયસેગથી ડી.ડી. ફ્રી ડીશ DTH સર્વિસમાં અને યુ ટયુબ પર જીવંત પ્રસારણથી વિધાર્થીઓને રોજગાર અને તાલીમ, ટેકનિકલ શિક્ષણના, આરોગ્યના કલ્યાણ કચેરીના, કૃષિ અને પશુપાલનના તજજ્ઞોએ માર્ગદર્શન પુરું પાડયું હતું. જેમાં તજજ્ઞો સર્વશ્રી ડી.પી.મકવાણા, ટી.પી.ચાનપુરા, હિતેશભાઇ ડોમણીયા, એસ.જી.મકવાણા, ડી.પી.મહેશ્વરી, ડી.બી.પારેખ, ડો.શ્રધ્ધા વેકરીયા, સંદીપભાઇ મકવાણા સર્વશ્રીઓએ વર્ચ્યુઅલી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી-ભુજ, કચ્છના કુલપતિશ્રી પ્રો.ડો.જયરાજસિંહ જાડેજાએ કહયું હતું કે, સફળતા સખત આયોજનપૂર્વકની મહેનત અને અનુભવ માગે છે. કોઇપણ લક્ષ્ય કાર્ય કે સફળતા માટે ધ્યાન કેન્દ્રિત કરી પરિણામલક્ષી મહેનત કરો. આ તકે તેમણે વિવિધ કારકિર્દીલક્ષી અભ્યાસક્રમો અને તાલીમલક્ષી કૌશલ્યવર્ધન રોજગારલક્ષી બાબતો અને કોર્સ અને વિધાર્થીઓને માર્ગદર્શન પુરું પાડયું હતું.

વિધાર્થીઓને પ્રેરણાદાયક વાત કરતા લીટલ મોન્ટેસરી સ્કુલના આચાર્યાશ્રી રાણી સાહેબ આરતીકુમાર જાડેજાએ જણાવ્યું હતું કે, વિવિધ નિરીક્ષણોથી જ ભવિષ્યના આયોજનો આકાર પામી શકે છે. કોઇપણ સર્જનમાં વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞ હોય છે તમે પણ એમાંના એક બની શકો છો.

આ તકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિધાર્થીઓને દેશપ્રેમની ભાવનાથી સમાજ સેવા કરશો એવી અભ્યર્થના વર્ચ્યુઅલી રજુ કરી હતી તો શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ પણ સેમિનારનો હેતુ અને આયોજનમાં સરકારની વિભાવના વર્ચ્યુઅલી રજુ કરી આ સેમિનારથી ઘરઆંગણે કૌશલ્યયુકત રોજગારી પણ મેળવી શકાશે એમ જણાવી વિવિધ શૈક્ષણિક વ્યવસ્થાઓમાં ગુણવત્તાયુકત શિક્ષણવાળા વિધાર્થીઓ તૈયાર થશે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમ અમલીકરણ સમિતિના સહ કન્વીનર અને જિલ્લા રોજગાર અધિકારીશ્રી એમ.કે.પાલાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, આ સેમિનારથી વિધાર્થીઓને કારકિર્દી માટેનું વિશાળ માર્ગદર્શન મળશે.

આ કાર્યક્રમ સાથે કેમ્પસમાં મતદાર જાગૃતિ માટે મામલતદારશ્રી ભુજ શહેર દ્વારા મતદારયાદી શાખા તરફથી જાગૃતિ કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં અંતે વિધાર્થીઓ અને ઉપસ્થિત તજજ્ઞો વચ્ચે કારકિર્દી પ્રશ્નોતરી યોજાઇ હતી.

સેમિનારમાં સર્વશ્રી ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જયાબેન ચોપડા, લેવા પટેલ હોસ્પિટલ પૂર્વ અધ્યક્ષ અરજણભાઇ પીંડોરીયા, ડાયેટ પ્રાચાર્યશ્રી સંજયભાઇ ઠકકર, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.એચ.એમ.ઠકકર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ડો.કે.ઓ.વાઘેલા, લેવા પટેલ સમાજના પ્રમુખશ્રી વેલજીભાઇ પીંડોરીયા, ડિગ્રી કોલેજના પ્રિ.સુરેશભાઇ, પ્રિ.એસ.એચ.વોરા, વી.કે.પરમાર, એસ.એચ.વોરા, વિવિધ સ્કુલોના આચાર્યશ્રીઓ, શિક્ષકો તેમજ સર્કલ ઓફિસર ભુજ તેમજ  તેજસ વ્યાસ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સર્વશ્રી વી.કે.પરમાર, પરેશભાઇ માણેક, બીપીનભાઇ વકીલ, દિપીકાબેન પંડયા, મેનાબેન મોઢ, જયેશભાઇ સથવારા, પ્રગતિબેન વોરા, બેલાબેન મહેતા અને કાર્યક્રમ સમિતિના સભ્યો અને વિધાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *