કાલાવડ રોડ થી ન્યારી ડેમ તરફ જતા રસ્તા પર સેન્ટર LED લાઈટીંગ કરવાની રજૂઆત કરતા રોશની સમિતિ ચેરમેન શ્રીમતી જયાબેન હરીભાઈ ડાંગર.

રાજકોટ શહેરના કાલાવડ રોડ થી ન્યારી ડેમ તરફ જતા રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટની સુવિધા ન હોઈ ખુબ જ અંધારું રહે છે. ન્યારી ડેમએ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનો એક માત્ર ડેમ છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફની ન્યારી ડેમ પર સતત અવર જવર રહેતી હોય છે. તેમજ કાયમી ધોરણે તથા રજાના દિવસોમાં રાજકોટ શહેરના શહેરીજનોને ફરવા આવતા હોય છે. હાલમાં સ્થાનિક રહેણાંકનો વિસ્તાર વ્યાપ પણ વધતો જાય છે. ઉપરાંત આ રોડ ઉપર શહેરના નામાંકીત પાર્ટી પ્લોટ આવેલ છે. જેમાં પ્રસંગોપાત રાત્રીના સમયે રાજકોટ શહેરના પ્રજાજનોની ખુબ જ પ્રમાણમાં અવર જવર રહેતી હોય છે. તેમના લોકોની સુવિધાને ધ્યાને લઈ રાત્રીના સમયે લાઈટીંગ જરૂરી છે. આ રસ્તો રૂડા દ્વારા આગાઉ ડેવલોપ કરવામાં આવેલ છે. જેમાં પેવર રોડ તથા ડીવાઈડર કરી બ્યુટીફીકેશન કરવામાં આવેલ છે. જેથી સત્વયે ડીવાઈડરમા હાલ પોલ ઉભા કરી લાઈટીંગ કરવાની રોશની સમિતિ ચેરમેન શ્રીમતી જયાબેન હરીભાઈ ડાંગરએ મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *