વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર

વિશ્વભરમાં દર વર્ષે આજે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કરાઇ હતી જેમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ અને રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિતિ રહ્યા હતા સવારે 6.00 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં 7500થી વધુ લોકો સહભાગી થશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં સવા કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી અંતર્ગત વડાપ્રધાન મોદી સવારે 6.40 કલાકે દિલ્હીથી વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધન કર્યું હતું જેનુ પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનારા કાર્યક્રમોમાં કરવામાં આવ્યું હતું ઉપરાંત મુખ્યમંત્રી સવારે 6.30 કલાકે રાજયના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાયું હતું રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી રાજયના 33 જિલ્લાઓના જે 75 સ્થળોની પસંદગી કરાઈ છે તેમાં 18 જેટલાં ઐતહાસિક સ્થળો, 17 જેટલાં ધાર્મિક સ્થળો, 22 જેટલાં પ્રવાસન સ્થળો, 17 જેટલાં કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે. આખું વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરી હતી ત્યારે ગુજરાતના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી બન્યા હતા રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની સાથો સાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું

રાજ્યનાં અન્ય મહાનગરોમાં યોગદિવસની ઊજવણી રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમ જ શાળાઓ, આઈ.ટી.આઈ,આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવી હતી ત્યારે ડીસા શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસાના લોકલાડીલા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોગ શિક્ષક એવા ડૉ.તેજલબેન પટેલ અને ડીસા આદર્શ હાઇસ્કુલ ખાતે યોગ શિક્ષક લક્ષ્મણ ભાઇ જાદવ દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા જેમા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત ઉપપ્રમુખ સવિતાબેન હરીયાણી સહિત નગરપાલિકાના સદસ્યોની અને ડીસા શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને આમ‌‌ જનતાની ઉપસ્થિતિમાં આદર્શ હાઇસ્કુલ ખાતે ભવ્યાતિભવ્ય રીતે યોગ કાર્યક્રમ યોજાયો હતો
આનંદ ઠકકર

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM