આણંદ ખાતે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાડી બેન્કનો શુભારંભ કરવામાં આવ્યો.

રિપોર્ટ : બીના પટેલ

નારી તું ના હારી નારી તારા નવલા રૂપ,નારી તું નારાયણી નો અવતાર અશોક હેતુસર આણંદ ના જલારામ માનવ સેવા ટ્રસ્ટ ના અથાગ પ્રયત્નોથી સૌ પ્રથમવાર મહિલાઓ માટે સાડી બેંક નો શુભારંભ થયો અને મહિલાઓને સાડી બેંક ની સેવા રૂપિયા પ્રવૃત્તિ ને વલ્લભ કુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય ડૉકટર વાઘેશ રાજા એ શુભ આશીર્વાદ આપતા જણાવ્યું કે જલારામ માનવ સેવા ટ્રસ્ટ હીરા પારખું કરતા પીડા પારખું નું સ્થાન ઊંચું હોય છે. એ વાત ને લક્ષ માં રાખીને મહિલાઓના ઉત્કર્ષ માટે જે કાર્ય કર્યું છે અને સાડી બેંક ની પ્રવૃતિનો જ શુભારંભ કર્યો છે એ ખરેખર દરેક સમાજ ની મહિલાઓ માટે દીવાદાંડી સામાન છે. પ્રભુ જલારામ માનવ સેવા ટ્રસ્ટ અને ઉત્તરો ઉત્તર સમાજ લક્ષી કર્યો કરવા બદલ શુભાશિષ આશિર્વાદ પ્રમુખ ડી.આર.પટેલ અને સમગ્ર ટીમ ને શુભ પ્રદાન કર્યા હતા. સાડી મહિલા બેંક દ્વારા મહિલાઓમાં ચારેબાજુ થી જલારામ માનવ સેવા ટ્રસ્ટ ની પ્રશંસા થયી ને અન્ય સમાજલક્ષી ટ્રસ્ટો ને પ્રેરણારૂપ ઉત્તમ ઉદાહરણ દાખલો ચરોતર પંથક માં જોવા મળી રહ્યો છે
આ પ્રસંગે આણંદ નગપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ ઉપપ્રમુખ છાયાબા ઝાલા,જાગૃત મહિલા સંગઠન ના પ્રમુખ આશાબેન દલાલ,જાગૃત મહિલા સમાજ ના પ્રમુખ ભારતીબેન પટેલ,સામાજિક કાર્યકર ગીતાબેન શુકલ તથા આણંદ નગરપાલીકા ના મહિલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *