આવતી કાલે ડીસા ના અખોલ ગામે મુખ્ય મંત્રી નું આગમન તંત્ર તૈયારી માં

આનંદ ઠકકર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રૂ . 559. 57 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આખોલ મોટી ખાતે જૂથ પાણી પુરવઠા યોજનાનું ડીસા હેડક્વાર્ટર ખાતે લોકાર્પણ કરીને ખુલ્લું મુકશે . બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના આખોલ મોટી ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ પાણીના પ્રોજેકટ નું આવતી કાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે જેના ભાગ રૂપે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે ત્યારે આ ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા , બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ડીસા ડી . વાય . એસ . પી કૌશલ ઓઝા સહિતના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કર્યું હતું તમામ મુખ્યમંત્રી ના રૂટનું મેપ વાઇઝ નિરીક્ષણ કર્યું હતું જેમાં ડીસા શહેર ગાડીઓના કાફલા સાથે સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું જેમાં હાલમાં સરકારી ચાલતા કામો અને કાયદો વેવસ્થાનું નિરીક્ષણ કરવાં આવ્યું હતું જેમાં આખોલ મોટીના તાલુકા સદસ્ય ભરત ધૂખ જણાવ્યું હતું કે નલ સે જલ યોજનામાં પાણી પ્રોજેકટનું આવતી કાલે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે જેના થકી આજુના લોકોને પાણીની વિકટ સમસ્યા દૂર થશે . ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને હાલ બનાસકાંઠા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *