“કન્યા કેળવણી રથ”ના શિક્ષણ મંત્રી બન્યા ચાલક

રિપોર્ટ : બીના પટેલ

થામણા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વેળાએ શિક્ષણ મંત્રી જાતે ટ્રેક્ટર ચલાવી બાળકોને શાળાએ લઈ ગયા

રાજ્ય સરકારની કન્યા કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતાના
સાચા અર્થમાં દર્શન કરાવતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી
આણંદ –સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવનો ત્રિ-દિવસીય મહાયજ્ઞ ઉલ્લાસપૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહ્યો છે. આ મહોત્સવના બીજા દિવસે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની થામણા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સહભાગી થવા જ્યારે થામણા ખાતે પહોંચ્યા તે સમયે તેમનું સ્વાગત કરવા માટે પ્રાથમિક શાળાથી અંદાજે ૫૦૦ મીટરથી પણ વધુ દૂર સુધી બંને તરફ વિદ્યાર્થીઓની લાઈન હતી અને મંત્રીશ્રીને ટ્રેક્ટરમાં બેસાડી શાળા સુધી લઈ જવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
પરંતુ જેવી મંત્રીશ્રીને સ્થળ ઉપર પહોંચતા આ બાબતની જાણ થઇ કે પોતાને ટ્રેકટરમાં બેસાડીને લઇ જવાના છે કે તુરત જ તેમણે ગામના સરપંચ તેમજ આ કાર્યક્રમમાં સહભાગી બનેલા ગ્રામજનો અને શાળા પરિવારને તેમનું સ્વાગત આ રીતે કરવાના બદલે શાળામાં પ્રવેશપાત્ર બાળકોને અને તેમનું સ્વાગત કરવા ઊભેલી દીકરીઓને તેઓ પોતે જ ટ્રેક્ટરમાં બેસાડી, ટ્રેક્ટર પોતે ચલાવી તેમને શાળા સુધી લઈ જશે તેમ જણાવતાં તેઓ તરતજ ટ્રેકટરના સ્ટીયરીંગ પર બેસી ગયા અને એક દીકરીને ખોળામાં બેસાડીને જાતે ટ્રેક્ટર ચલાવી દીકરીઓને – પ્રવેશપાત્ર બાળકોને શાળા સુધી પહોંચાડ્યા ત્યારે ઉપસ્થિત સૌ કોઈને મંત્રીશ્રીની આ સહજતા અને સરળતા સ્પર્શી ગઈ હતી.
ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બને અને દીકરાઓની સાથે દિકરીઓ પણ ભણે અને રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા રૂપી મહા અભિયાન હાથ ધરવામાં આવે છે. અભિયાન સાચા અર્થમાં સાર્થક થાય તે માટે થામણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પોતે જ ટ્રેક્ટર રૂપી રથના ચાલક બની, ૫૦૦ મીટરથી પણ વધુ ટ્રેક્ટર ચલાવીને ગામની દીકરીઓ અને પ્રવેશપાત્ર દીકરા – દીકરીઓને શાળા સુધી લઇ જઇને શિક્ષણ મંત્રીશ્રીએ કન્યા કેળવણી રથયાત્રા રૂપી ટ્રેક્ટરના ચાલક બની રાજ્ય સરકારની કન્યા કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતાના સાચા અર્થમાં દર્શન કરાવ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM