શાળા પ્રવેશોત્સવમા પધારેલા નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આહવાના ઈ-ગ્રામ સેન્ટરની મુલાકાત લીધી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

રાજય સમસ્તમા શરૂ થયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ ની સાથે સાથે, આ વર્ષે શાળાની મુલાકાતે પધારનારા મહાનુભાવો દ્વારા, ઈ-ગ્રામ સેન્ટરોની પણ મુલાકાત લેવામા આવી રહી છે.

ગ્રામ્ય સ્તરે કાર્યરત ઈ-ગ્રામ સેન્ટરો ઉપરથી પ્રજાજનોને પુરી પડાતી વિવિધ સેવાઓની અસરકારકતા વધારવા સાથે, સંબંધિતોની જવાબદેહી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે, શાળા પ્રવેશોત્સવમા પધારનાર મહાનુભાવો, સંબંધિત ઈ ગ્રામ સેન્ટરોની મુલાકાત લઈ, તેમનો અભિપ્રાય સરકાર સમક્ષ રજુ કરી રહ્યા છે.

    ત્યારે ડાંગ જિલ્લાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના છેલ્લા દિવસે આહવાની વિવિધ શાળાઓની મુલાકાતે પધારેલા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ, આહવા ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે કાર્યરત ઇ ગ્રામ સેન્ટરની મુલાકાત લઈ, અહીંની સેવાઓ અને સુવિધાઓની વિગતો મેળવી હતી.

મુલાકાત દરમિયાન વિશેષત: ગ્રામ પંચાયતના મકાન અને ફર્નિચર સહિતની ભૌતિક  સુવિધાઓ સાથે, કોમ્પ્યુટર પ્રિન્ટર, સ્કેનર, વેબ કેમેરા, ફીંગર પ્રિન્ટ ડીવાઈસ, આધારકાર્ડ માટેની કીટ, વોટર કુલર, આર.ઓ.પ્લાન્ટ, લેમીનેશન મશીન, ફાયર મશીન, પાવર સીસ્ટમ, ઈન્ટરનેટ કનેકટિવિટી સહિત VCEની કામગીરી અને કાર્યક્ષમતાનુ પણ મંત્રીશ્રીએ મૂલ્યાંકન હાથ ધર્યું હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *