સુબિર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામડા ખુંદતા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

રાજયભરમા ચાલી રહેલા ‘શાળા પ્રેવેશોત્સવ’ કાર્યક્રમના બીજા દિવસે, ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, સુબિર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ ખુંદયા હતા.સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે ધારાસભ્યશ્રી એ સુબિર તાલુકાના શિવબારા, શેપુઆંબા, અને સાવરખલ ગામે ૧૩ કુમાર, અને ૧૨ કન્યાઓ મળી કુલ-૨૫ બાળકોને ધોરણ-૧ મા પ્રવેશ કરાવી, તેમના વાલીઓને બાળકોને પૂરતુ શિક્ષણ આપવાની હિમાયત કરી હતી.આ વેળા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની સાથે જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી લક્ષ્મીબેન ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રઘુનાથ સાબળે, જિલ્લાના લાયઝન અધિકારી શ્રી હેમંત ઢીમ્મર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *