રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ રબારી સમાજની વર્ષો જૂની માંગણીને વાચા આપી

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

    રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા સમસ્ત રબારી સમાજની સમાજવાડી અને વિદ્યાર્થીભવનની માંગણીને મંજૂરી અપાવતા રબારી સમાજે મંત્રીશ્રીનું પુષ્પગૃચ્છ આપી તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

    રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા દરેક સમાજના પ્રશ્નોને પોતાના જ પ્રશ્નો સમજીને નિવારવા હમેશાં પ્રયત્નશીલ છે ત્યારે હાલ જ તેમણે માનવતાવાદી અભિગમ દાખવી રબારી સમાજની લગભગ ૩ પેઢી જૂની માંગણીને પૂર્ણ કરી છે.

    રબારી સમાજની છેલ્લા ઘણા સમયથી રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટેની માંગણી હતી. જેને મંત્રીશ્રીએ રબારી સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી હીરાભાઈ ટમારિયાને સાથે રાખી મહેસૂલમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી. જેના પગલે ૩૦ જ દિવસમાં આ માંગણીને ધ્યાને લઈ તેને મંજૂરી આપવામાં આવી છે.

    મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી.પટેલ દ્વારા પોશ વિસ્તારમાં આ રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવનની જમીન માટે પણ હુકમ કરી દેવામાં આવ્યો છે.

    રબારી સમાજની આ વર્ષો જૂની લાગણીને વાચા આપી રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ આ અટપટા પ્રશ્નને ઝડપી નિવારવા સતત ફોલોઅપ કર્યું અને તેમની માંગણી પુરી કરી. જેથી રબારી સમાજના આગેવાનોએ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

    આ તકે  અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી હીરાભાઈ ટમારિયા અને  રબારી સમાજના અગ્રણી સર્વશ્રી વાલાભાઈ ખાંભલા, કાનજીભાઈ કુંભારીયા, રમેશભાઈ અજાણા, ભગવાનજીભાઈ ખાંભલા, મહેશભાઈ અજાણા, હિરેનભાઈ કાળોતરા, કારાભાઈ હુણ, સવજીભાઈ હુણ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM