મહેસાણા સાંસદ સભ્ય શ્રી શારદાબેન પટેલ દ્વારા વડનગર ખાતે એસટી પિક-અપ સ્ટેન્ડ નું ખાતર્મુહત કરવામાં આવ્યું.

વડનગર સિવિલ હોસ્પિટલ પાસે સાંસદ સભ્ય શ્રી શારદાબેન પટેલ ગ્રાન્ટમાંથી એસ.ટી.પિક-અપ સ્ટેન્ડ નુ નિર્માણ થશે.

આ એસ.ટી.પિક-અપ સ્ટેન્ડ વડનગર સિવિલ પાસે નિર્માણ થશે.

હોસ્પિટલ ના દર્દીઓને તડકા અને વરસાદમાં ઊભા રહેવામાં પડતી તકલીફ જોઈને શારદાબેન પટેલ દ્વારા તેમની ગ્રાન્ટ માંથી આ નવીન પિક અપ બસ સ્ટેન્ડ બનાવવા ફાળવી અને તાત્કાલિક તેનું ટેન્ડર કરાવી અને આજે ખાત મુહૂર્ત કર્યું.

શારદાબેન પટેલ દ્વારા ભૂતકાળ માં આ હોસ્પિટલ ને એમ્બ્યુલન્સ અને શબ વાહિની માટે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી

આ પ્રસંગે ઊંઝા એપીએમસી ના ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલ, શ્રી સુનિલભાઈ મહેતા, નગરપાલિકા તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા તથા તાલુકાના ડેલીગેટ , નગરસેવકો, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *