આહવાના આંગણે આવી પહોંચી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ સાંજે પાંચ વાગ્યે વિકાસ યાત્રાનો કરાવશે પ્રારંભ :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગના આંગણે પધારી રહેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અનેકવિધ કાર્યક્રમો, અને વિકાસ કામોની ભેટ આપવા સાથે, ગામેગામ જઈને પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી પુરી પાડનાર છે, ત્યારે ડાંગ જિલ્લાની આ વિકાસ યાત્રાનો પ્રારંભ આહવા ખાતેથી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરાશે. પ્રથમ દિવસે આ યાત્રા ડાંગ જિલ્લા પંચાયતની આહવા-૧ અને આહવા-૨ બેઠકોમા સમાવિષ્ટ આહવા સહિત પીમ્પરી, ધુલચોન્ડ, હનવતચોન્ડ, ભવાનદગડ, ખાપરી, ગોળસ્ટા, સતી, વાંગણ, વાંવદા, કુતરનાચ્યા, અને મુલચોન્ડ ગામોને લાભાંવિત કરશે. ડાંગ જિલ્લામા તા.૫ થી ૧૯ જુલાઈ સુધી ફરનારી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ નો શુભારંભ કાર્યક્રમ, તા.૫મી જુલાઈએ આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાશે. જેમા નાયબ મુખ્ય દંડકશ્રી સહિત ડાંગ- વલસાડના સાંસદશ્રી ડો.કે.સી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, આહવા-૧ અને આહવા-૨ ના જન પ્રતિનિધિઓ, સ્થાનિક તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોના સદસ્યો, વહીવટી તંત્રના ઉચ્ચાધિકારીઓ, અને સંબંધિત અમલીકરણ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *