હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોના ઈનામી ડ્રોનો કાર્યક્રમ યોજાયો

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

ગત રવિવારે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કિશાન એગ્રો મોલના ખેડૂત ગ્રાહકોના ઈનામી ડ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે હળવદ માર્કેટિંગ યાર્ડની ખેડૂત ઉપયોગી પ્રવૃત્તિઓની સરાહના કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક ડબલ કરવા ડબલ એન્જિનની સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, વીજળી, સિંચાઈ અને ખાતર વગેરે સસ્તા દરે અને ઝડપી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે .

વધુમાં જણાવ્યું હતું કે, ખેડુતોને ૩ લાખ સુધીનું પાક ધિરાણ વગર વ્યાજે આપવામાં આવી રહ્યું છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓમાં પણ સરકાર ખેડૂતોના પડખે ઊભી છે. ખેડૂત સમૃધ્ધ બનશે તો ગામ સમૃદ્ધ બનશે અને ગામ સમૃદ્ધ બનતા ભારત દેશ સમૃદ્ધ બનશે તેમ ઉમેર્યું હતુ.

ઉપરાંત ખેડૂતોને કોઈ પણ પ્રશ્નો હોય તેમની પાસે રજૂ કરવા જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નોનુ નિરાકરણ કરવું એ મારું સૌભાગ્ય હશે.

આ તકે પૂર્વ મંત્રીશ્રી જયંતિભાઈ કવાડીયા અને મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતેના કિશાન એગ્રો મોલમાં ૧૦ હજારથી વધુની ખરીદી કરતા ખેડૂતોને ઇનામી કુપન આપવામાં આવે છે અને વર્ષમાં એકવાર આ ઇનામી કુપનોનો ડ્રો કરી ખેડૂતોને ઈનામોનું વિતરણ કરવામાં આવે છે. આ તકે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોના ઈનામી ડ્રો કરવામાં આવ્યા હતા અને પ્રતિક સ્વરૂપે પ્રથમ ઈનામ મીની ટ્રેક્ટર મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થી વતી હળવદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીશ્રી મહેશભાઈ કુંડલિયાને અર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રીશ્રીએ ખેડૂતો ઉપયોગી સ્ટોલ તમેજ એગ્રો કૃષિ મોલનું નિર્દશન પણ કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી ગજેન્દ્રભાઈ મોરડિયાએ કર્યું હતું.

    આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, હળવદ માર્કેટિંગ યાર્ડ ચેરમેનશ્રી રણછોડભાઈ પટેલતથા અગ્રણી સર્વશ્રી કાનજીભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી, રમેશભાઈ પટેલ, વિઠ્ઠલબાપા, રાજુભાઈ તેમજ સ્થાનિક અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *