સર પી.ટી. સાયન્સ કોલેજ મોડાસામાં અગ્નિ વીર વાયુ – વાયુ સેનાનો સેમીનાર યોજાયો

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી

સર પી. ટી. સાયન્સ કોલેજ, મોડાસા જીલ્લા રોજગાર કચેરી મોડાસા સંયુક્ત આયોજિત ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ રજીસ્ટ્રેશનની માહિતી નોંધણી હેતુ એક સેમિનારનું આયોજન કોલેજ કેમ્પસમાં યોજાયું હતું.
અગ્નિપથ વાયુ – વાયુસેનાના વિવિધ કાર્યો અને સેવાની તકો વિશે જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર શ્રી ધારાબેન પંડ્યા કોલેજના પ્રિન્સિપાલ ડૉ.કે.પી.પટેલના માર્ગદર્શન હેઠળ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રા.જી.એલ.વેકરીયા અને પ્રેરક ઉદબોધન પ્રિન્સિપાલ ડૉ સુધીરભાઈ જોશી આપી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરેલ હતા. કાર્યક્રમની શરૂઆતમાં રસાયણ શાસ્ત્રના અધ્યક્ષ ડૉ.ડી.આર.ફૂદાણી અને કેરિયર કાઉન્સિલના સભ્ય શ્રી કામેશભાઈ શાહ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કેમ્પસના 100 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સેમિનારની સફળ બનાવેલ હતું સેમિનારનું સફળતાપૂર્વક આયોજન બદલ ધી. મ.લા.ગાંધી ઉ.કે.મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી તથા ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ દ્વારા અભિનંદન પાઠવેલ હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *