અરવલ્લી જિલ્લામાં આગામી તા. 05 થી 18 જુલાઇ 2022 દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે

અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

રીપોર્ટ ધાર્મિક ભટ્ટઅરવલ્લી

“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત “વંદે ગુજરાત વિકાસ યાત્રા” આગામી તા. 05 જુલાઈ થી 18 જુલાઈ દરમિયાન યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત સભાખંડ ખાતે કાર્યક્રમના સંલગ્ન અધિકારીઓ/કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

જેમાં વિકાસ યાત્રામાટે રૂટ પ્લાન બનાવવા અંગે, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાની સમિતી તૈયાર કરી તેઓને માર્ગદર્શન આપવા અંગે, ગ્રામ્ય કક્ષાએ રથના સ્વાગત માટે ગ્રામજનોને જાણકારી આપવા અંગે, રથના રાત્રી રોકાણ અંગે, રથ દ્વારા ગામોમાં સરકારશ્રીની જનકલ્યાણકારી વિવિધ યોજના અંગે પ્રચાર-પ્રસાર કરવા અંગે, તથા રથ અંગેની ડેટા અન્ટ્રી ઉપર ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું. અંતે આ યાત્રા દરમિયાન તમામ આનુસાંગિક કામગીરી સંપુર્ણ નિષ્ઠા અને જવાબદારી પુર્વક હાથ ધરવા કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, અરવલ્લી જિલ્લામાં કુલ- 2 રથની ફાળવણી સાથે સમગ્ર રાજ્યમાં કુલ- 82 રથ દ્વારા “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે. ગુજરાતમં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ યાત્રા દરમિયાન 18 જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *