






વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ આઝાદીના ૭૫ વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ હેઠળ ઉજવાઇ રહેલા વંદે ગુજરાત કાર્યક્રમ દ્વારા સરકાર વિવિધ સહાય આપી પ્રજાની પડખે ઉભી છે એમ અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
આજરોજ કે.ટી.વેલાણી કન્યા હાઈસ્કૂલ નખત્રાણા ખાતેથી વંદે ગુજરાત વિકાસ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતાં ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારમાં વિવિધ યોજનાઓ દ્વારા પ્રજા કલ્યાણના કામો થઇ રહયા છે. જે પૈકી નખત્રાણા તાલુકામાં રૂ.૫૩૦.૧૬ લાખના ૨૫૯ વિકાસકામો, વંદે ગુજરાત કાર્યક્રમ હેઠળ કરવામાં આવશે.
આ તકે ધારાસભ્યશ્રીએ અને મંચસ્થ મહાનુભાવોએ મુખ્યમંત્રી માતૃશકિત યોજનાની કીટ, વાજપેયી બેંન્કેબલ યોજના, પીજીવીસીએલની ઝુપડપટ્ટી વીજ જોડાણ અને ખેતીવાડી વીજ કનેકશન, ગેસકીટ અને વિવિધ યોજનાની સહાય અને ચેક વિતરણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વંદે ગુજરાત રથમાં ગુજરાત ગૌરવ અને રાજયના વિકાસકામોની ટુંકી ફિલ્મો નિહાળી હતી. તેમજ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી કરશનજી જાડેજા, જિલ્લા પંચાયત સભ્યશ્રી નયનાબેન પટેલ, નખત્રાણા સરપંચશ્રી રિધ્ધિબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયસુખભાઇ પટેલ, પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરા, તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.વી.પટેલ, મામલતદારશ્રી, તલાટીશ્રી રમેશભાઇ માલી, ગામના અગ્રણી તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહયા હતા.
