મારા ૯ જણના પરિવારના આરોગ્યની ચિંતા સરકારે કરી,  હવે હું શાંતિથી ઊંધી શકીશ  – હરીશ આહીર, માધાપર, લાભાર્થી

હું વાયરીંગનું કામ કરીને મારા ૬ બાળકો ,માતા અને અમારા બંનેનું ગુજરાન ચલાવું છું. આજના સમયમાં જ્યારે હું કોઇની ગંભીર બિમારી વિશે સાંભળતો તો હંમેશા ડર લાગતો કે મારા પરિવારમાં મને કે અન્યોને કંઇ બીમારી થશે તો હું કઇ રીતે ખર્ચ કરી શકીશ. પરીવારના સભ્યની દવા કરાવવા જેટલી મારી ક્ષમતા ન હોવાથી તેઓને ભગવાન ભરોસે મૂકવા સિવાય મારી પાસે કોઇ રસ્તો ન બચ્યો હોત .પરંતુ આયુષ્માન ભારત યોજના હેઠળ મને અને મારા પરિવારને આ કાર્ડ મળતા મારો તમામ બોજ હળવો થઈ ગયો છે. મારા પરિવારના આરોગ્યની ચિંતા રાજય સરકારે કરી છે, જેના લીધે હું ચિંતામુકત થઇ જતાં હવે હું રોજ નિરાંતની ઊંઘ લઇ શકીશ એવું વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત માધાપર ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના રથપ્રસ્થાન કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ મેળવ્યા બાદ લાભાર્થી હરીશભાઇ આહિરે જણાવ્યું હતું.

        મુળ રતનાલના પરંતુ કામ અર્થે ભુજ તાલુકાના માધાપર ખાતે રહીને છૂટક વાયરીંગનું કામ કરતા ૪૫ વર્ષના હરીશભાઇ જણાવે છે કે, મારા ૬ બાળકો છે, માતા અને પત્નિ સાથે હું માધાપરમાં ભાડાના મકાનમાં રહું છું. ટુંકી આવકમાં માંડ બે છેડા ભેગા કરીને હું મારા ઘરનું ગુજરાત ચલાવું છું. ત્યારે હંમેશા આ ચિંતા મને કોરી ખાતી કે, મને કંઇક થશે તો આરોગ્યનો ખર્ચ કયાંથી કાઢીશ, મારા બાદ પરિવારનું શું થશે ? અથવા મારા બાળકો, માતા કે પત્નીને કોઇ ગંભીર બીમારી થઇ તો સારવાર પેટે લાખો રૂપિયા કોણ આપશે ! દાગીના કે અન્ય ચીજો વેંચવી પડશે . કોઇની બિમારી વિશે સાંભળતો તો રાત્રે ઊંઘ ઉડી જતી હંમેશા ચિંતાના વાદળો ઘેરાયેલા રહેતા કે પરિવારમાં કોઇને ગંભીર બિમારી થઇ તો સારવારથી હાથ ધોઇ નાખવા પડશે. પરંતુ થોડા દિવસો પહેલા જ સરકારશ્રીની જાહેરાતોમાં આયુષ્માન કાર્ડ યોજના વિશે મે સાંભળ્યું અને આ અંગે સ્થાનિક પીએચસીમાં પૂછપરછ કરતા અહીં જ મારૂ કાર્ડ બનાવી દેવામાં આવ્યું. આમ, હાલ ખરેખર હું ખુબ જ રાહત અનુભવી રહ્યો છે, મારા માથા પરથી ચિંતાનો ખૂબ મોટો બોજ દૂર થઇ ગયો છું તેમ કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી. જયારથી મારૂ કાર્ડ બની ગયું છે ત્યારથી હું રોજ નિરાંતની ઊંઘ લઇ શકું છું. હવે, હું ચિંતામુકત બનીને મારા પરિવાર સાથે આનંદથી રહી શકીશ. કંઇ પણ થશે તો એકપણ રૂપિયો મારે ખર્ચવાનો નહીં આવે, મારા પરિવારના ભવિષ્ય માટે આસાનીથી હું બચત કરી શકીશ.

        વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. મારા જેવા કરોડો ગરીબોના તેઓ ખરા અર્થમાં પ્રધાનસેવક તથા લોકસેવક બન્યા છે. તેઓએ વિવિધ યોજનાઓ અમલી કરીને અમારા જેવા ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની મોટાભાગની ચિંતાઓ હરી લીધી છે. તેઓ આ જ રીતે દેશ અને રાજયને અગ્રેસર લઇ જાય તેવી શુભકામના છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *