

તાપી મિરકોટ ગામ મુકામે સ્થિત મિરકોટ વર્ગ શાળાના સ્થાપના દિવસ નિમિત્તે શ્રીમતી નિશાબેન ગામીત તેમજ તેમની ટીમ દ્વારા આયોજિત ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી, 1 થી 8 ધોરણના બાળકો સાથે ઉત્સાહભેર વાર્તાલાપ કરી તેમને શિક્ષણ તેમજ ઉજ્જવળ કારકિર્દી માટે પ્રોત્સાહન પ્રદાન કર્યું. આ કાર્યક્રમનો ભાગ બનવા અને ઉપસ્થિત સર્વે શિક્ષકો, મહાનુભવો તેમજ નિમિષાબેન ગામીત દ્વારા પ્રાપ્ત થયેલા માન સન્માન બદલ ધન્યતા અનુભવું છું. જે બદલ ખૂબ ખૂબ આભાર.